Gujarat

સૌ ભણે સૌ આગળ વધે શાળા પ્રવેશ ઉત્સવ બેટી પઢાવો બેટી બચાવો આ તમામ સૂત્રો હાલ છોટાઉદેપુર જિલ્લા ના આદિવાસી વિસ્તાર માં ફારસ રૂપ બન્યા છે.ટ્રાન્સપોટેશન ની સુવિધા શરૂ ન થતા આદિવાસી બાળકો શિક્ષણ ની ભૂખ સંતોષવા હાલ પગપાળા શાળા એ આવવા મજબુર બન્યા છે.

છોટાઉદેપુર જિલ્લા ની 69 શાળા મા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ ને અન્ય શાળા મા જવા માટે ટ્રાન્સપોટેશન ની સુવિધાઓ આપવાના નિયમ છે.હાલ શાળા ઓ શરૂ થયા ના એક મહિનો થઈ ગયો છતાંય ટ્રાન્સપોટેશન ની સુવિધા બંધ હોય આદિવાસી બાળકો કેટલાય કિલોમીટર પગપાળા ચાલી ને શાળા એ પોહચી રહ્યા છે.
નસવાડી તાલુકા ની 26 પ્રાથમિક શાળા ઓ મા ટ્રાન્સપોટેશન ની સુવિધા શરૂ કરાઈ ન હોય 1200 થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ પગપાળા શાળા એ આવવા મજબુર બન્યા છે.
શાળા ઓ છૂટી ગયા બાદ વાલીઓ પણ ચિંતા કરે છે.કારણ કે બાળકો જંગલ ના રસ્તે થી પસાર થઈ આવતા હોય મોડી સાંજ સુધી ઘરે પોહચતા નથી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હાલ ટ્રાન્સપોટેશન સેવા ને લગતી કાર્યવાહી કરાઈ રહી નું જણાવ્યું છે.ત્યારે  વિસ્તાર ના વાલીઓ વિદ્યાર્થીઓ જલ્દી સુવિધા શરૂ થાય તેવી માંગ કરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220707-214851_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *