Gujarat

હવે તો હદ થઇ ગઈ શું નામ આપવું આ ગતિશીલ.વાયબન્ટ. અને વિકાસશીલ ગુજરાત ને….

ગિરગઢડા તા 26
ભરત ગંગદેવ…
આજે ક્યાં શબ્દ થી ગુજરાત સ્ટેટ ની પ્રસંશા કરવી તે શબ્દ જ નથી એક સમયે સોનેકી ચીડયા. અને શાંતિ નું પ્રતીક કેહવાતું ગુજરાત આજે ક્યાં જયને ઉભું છે ? કોના પાપે હંમેશા શાંતિ અને અમન થી જીવવા વાળી ગુજરાત ની જનતા આવા ભયનકર માહોલમાં કેટલા અંશે સલામત. થોડા દિવસ પહેલા જ એક વીડિયો વાયરલ થયો હતો તેમાં આપણા દેશના એક જીમેંદાર પદાધિકારી જાહેરમાં એક કલાસવન અધિકારી ને શું કહીરહ્યા છે તે વીડિયો મોટાભાગના લોકો યે જોયો શે .
  આપણા દેશ માં સંવિધાન તો હરેક માટે એકજ શે રાજા હોય કે રંક તો આટલો વિટો પાવર શા માટે હરેક આ દેશના નાગરિક ને તેમનું સ્વમાન વહાલુંજ હોય તો તેમને બેયજત કરવાનો અધિકાર કોઈને શેજ નય. તો શામાટે ? આવું વર્તન અને એ પણ આ સ્ટેટ ના એક ક્લાસવન અધિકારી સામે. તો ગરીબ જનતા ની તો હાલત કેટલી કફોડી બની રહી હશે તેમની કલ્પના પણ કરવી મુશ્કિલ હશે.
  આજે આ બધું બનીરહયું તેમનો જીમેંદાર કોણ ? તેવું હવે આ દેશના સવિધાને વિચારવાનો સમય પાકી ગયો શે ક્યાંય ને ક્યાંય પણ આપડે જીમ્મેદાર શેજ? બાકી આટલી હદે પરિસ્થિતિ નિર્માણ નજ થાય. તો શામાટે ? તે ક્યારેય વિચાર કર્યો શું ખાલી ચદરૂપિયા માટે આજે જ્યાં જોવો ત્યાં ભુમાફિયા. ગેગવોરો. લૂખા. આવારા બે ફામ થયા છે. આમનો જીમેંદાર કોણ ? પ્રજા. યા પ્રશાસન.? અવારનવાર લેખો પ્રસિદ્ધ થતા હોય છે કે આજે બુટલેગરે પોલીસ માથે હુમલો કાર્યો. યા એક લુખાયે આંતક મસાવ્યો. આ શું છે ભાઈ શામાટે બની રહ્યું છે આ બધું કોણ કરાવી રહ્યું છે.? ત્યારે એકજ જવાબ મળી રહ્યો છે. કે ચંદ ગદારો ના લીધે આ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે થોડા પૈસાની લાલસમાં આવી આવા લોકો નજરઅંદાજ કરી જાય શે. પણ એટલું વિચારવું હાલ જરૂરી બનીગ્યું શે કે જંગલ માં આગ લાગી હોય તો સૂકુંજ નથી બળતું લીલાને પણ વરાળ દઝાડી દેય શે.? અને તે કડવું સત્ય છે.
  આ દેશના સંવિધાન થી ઉપર કોઈ છેજ નય તો આ દેશનું સંવિધાન શા માટે ? આવા લોકો ને ભરીને પિયનથી જતા ખાલી એક વખત હિંમત કરવાની જરૂર છે.
  અહીંયા લખવામાં આવેશે બરાડા પણ પાડવામાં આવે છે કે કોઈપણ સમરબધી હશે તો તેમને નય શોડવામાં આવે તો બતાવો આજ દિનસુધી ના ઇતિહાસ માં ક્યાં સમરબધી ને ભરી ને પિયગયા ? હા તે લોકો ભરીને પિય ગ્યાશે ચંદરૂપિયા ની લાલચમાં આજે કરોડોના કૌભાંડો કરી લોકો વિદેશમાં જલસા કરી રહ્યા છે શું થયું તેમનું ? અને આ દેશનો ધરતીપુત્ર પાયમાલ થઈ રહ્યો છે કોણ જીમેંદાર ? ત્યારે એટલુંજ કેહવાનું થાય છે સિર્ફ આપણી સિસ્ટમ જ જવાબદાર છે. આવા લોકો ને પોત્સાહન મળે છે. તો તે તેમના મનસૂબા માં સફળ થાય છે ને.શામાટે ? આમા ક્યાંય ને ક્યાંય સિસ્ટમ સામેલ છે જ ? અને તેવાત બધાજ જાણે છે. તે કાય નવીન તો નથી.
   ક્યાં જય રહ્યો છે દેશ.? ચાંદ પર યા વિનાશ ભણી ખાલી તેટલુંજ વિચારો બાકી ના તમામ જવાબો તમને તમારો આત્મા જ આપી દેશે. આજે રોજ બે રોજ આપણે જોયેજ શે ટીવી.અને પેપર દ્વારા કે જેમને પ્રજાએ તેમના પ્રતિનીથી તરીકે મોકલ્યા શે તે શું કરી રહ્યા છે. બેફામ વાણી વિલાસ. બેફામ શબ્દ કિયા આ કેટલા અંશે વ્યાજભી શે ? શું આ શે ? આ દેશના સંસ્કાર.? આજે જ્યાં જાવ ત્યાં એકજ શબ્દ સાંભળવા મળે છે હું ફલાણા નો માણસ હું ધીકનાનો માણસ હું આ ભાઈ નો માણસ હું પેલા ભાઈ નો માણસ  શુંસે આ બધું .? હું આ પાલટી માંથી આવું છું હું પેલી પાલટી માંથી આવું છું એક પાલટી કેય આવું કરો બીજી કેય કાય નય કરો આજે આ વ્યથામાં મારા સ્ટેટ નો અધિકારી પીસાય રહ્યો છે. શું કરવું શું ન કરવું તે જ નય સમજાતું. હાલત અત્યારે દેશ ની ગાંધીબાપુના બંદર જેવી થઈ ગઈ છે. ના સુનો.ના બોલો. ના દેખો.
  જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમતેમ હરીફાઈ જામશે ફલાણા ભાઈ ફલાણા માં ગયા ઢીકના ભાઈ ફલાને ગયા ક્યાં હૈ યે અને જનતા પણ તેમની સાથે હાયે હા અરે ભાઈ કોઈ તો એમને પૂછો કે ભાઈ આપડે જવાનું કારણ શું આપડે છે ત્યાં વાંધો શું ? ત્યારે સફેદ વસ્ત્રમાં સજીત થયેલો યે ભલો માણસ નત મસ્તકે કેહશે ત્યાં આપણું કાય નથી ઉપજતું આપણને કાય નથી મળતું તો ત્યાં રહીને આપણે શું કરશું અહીંયા વ્યાજયે તો હમણાં ચૂંટણી આવે તો આપણું કાયક થાય તેમ લાગે છે. અહીંયા ક્યાંય તેવા શબ્દ ન ઉપયોગ તે સફેદ પોશાક વાળા મહામાનવે કર્યોજ નથી કે ભલું થશે પણ કોનું અને આપડે હાયે હા કરી ને દે ધનાધન ક્યાં જાયેશ શા માટે જાયેશ કાય ખબર નય લોલ્મલોલ.જો આવુજ આ દેશમાં ચાલતું રહ્યું તો 100% આ દેશની પ્રજા ચાંદ પર જાય તેમાં કોયજ શંકા ને સ્થાન નથી.
  લાસ્ટ માં તેટલુંજ કેહવાનું છે કે હવે જાગવાનો સમય આવી ગયો શે મારા દેશના અને સ્ટેટ ના અધિકારીઓ યે અને જનતાયે બાકી તે સમય વહે દૂર નથી કે આવા લૂખા. અવાર. તત્વો તમને ઓફીસ અને ઘરમાં આવી ને મારશે. અને ત્યારે આપણે કશુંજ નહિ કરી શકયે ખાલી આવેદનપત્ર આપી મન ને મનાવી લેશું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *