Gujarat

છેતરપીંડી આચરનાર હિમાચલ પ્રદેશની મહિલા ખેલાડીની ધરપકડ

સુરત
વર્ષ ૨૦૧૮માં નવસારીના ક્રિકેટર ભાવિક પટેલ કિક્રેટ રમવા હિમાચલ પ્રદેશ ગયો ત્યારે રામ ચૌહાણ નામના ક્રિકેટર જાેડે ઓળખ થઈ હતી. રામે ભાવિક પટેલને હિમાચલ પ્રદેશની રણજી પ્લેયર સપના રંધાવા સાથે ઓળખ કરાવી હતી. ત્યારબાદ મહિલા ક્રિકેટર સપનાએ ક્રિકેટર ભાવિકની વિશાલ જાેડે ઓળખાણ કરાવી હતી. ક્રિકેટર ભાવિક પટેલ પાસે સપનાએ ૨૭ લાખ લઈ તેને ૬ રણજી ટ્રોફી મેચ રમાડવાની વાત કરી વર્ષ ૨૦૧૮માં નાગાલેન્ડમાં એક રણજી રમાડી પછી કોઈ મેચ રમાડી ન હતી. રૂપિયાની માંગ કરવા છતાં ન આપતા ક્રાઇમબ્રાંચમાં ભાવિક પટેલે સપના રંધાવા વિરૂધ્ધ ફરિયાદ આપી હતી. જેના આધારે ઈકોસેલે સપનાની ધરપકડ કરી હતી.રણજી ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય સ્તરની મેચોમાં રમાડવાની લાલચ આપીને હિમાચલ પ્રદેશના કાંગડાની સપના રંધાવા નામની ક્રિકેટરે નવસારી-ઉધનાના યુવાન સાથે ૨૭ લાખની છેતરપિંડી કરી હતી. સુરત ઉપરાંત ગુજરાતના અન્ય યુવાનો સાથે પણ આ મહિલા ક્રિકેટર અને તેની સાથે સંકળાયેલા અન્ય ત્રણ કરતાં વધારે ઈસમોએ લાખો રૂપિયા પડાવ્યા હોવાની આશંકા બાદ ઈકોનોમી સેલે તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા હિમાચલ પ્રદેશના કાંગડાથી આ યુવતીને લઈ આવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમાં નવસારીના યુવાનને મહેસાણા ખાતે નાગાલેન્ડ રાજ્ય તરફથી આ મહિલા ક્રિકેટર સેટીંગ કરીને એક રણજી મેચ રમવાની વ્યવસ્થા પણ કરી આપી હોવાનું બહાર આવ્યું છે. ત્યારબાદ અન્ય મેચોમાં સેટિંગ નહીં કરતા આ યુવાન દ્વારા સુરત પોલીસને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઈકોનોમી સેલે જણાવ્યું કે, આ મામલે સંખ્યાબંધ યુવાનોને આંતરરાષ્ટ્રીય મેચ રમવાની લાલચ આપી હોવાની આશંકા છે. લાખો રૂપિયાની છેતરપિંડી અંગે ગુનો નોંધવા સાથે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આરોપી રણજી ટ્રોફી પ્લેયર સપના રંધાવાની ધરપકડ કરી ઉલટ તપાસ શરૂ કરવામાં આવી રહી છે. ક્રિકેટ મેચ સિલેકશન ફિક્સિંગ પ્રકરણમાં ક્રિકેટ જગતના અન્ય મોટા માથાઓની સંડોવણી અંગે પોલીસ દ્વારા ઊંડી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.રણજી ટ્રોફી ક્રિકેટ મેચના સિલેકશનમાં ફિક્સિંગ અંગેની સુરત ઈકો સેલ પોલીસમાં ૨૭ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. તપાસમાં પોલીસે હિમાચલ પ્રદેશની રણજી ટ્રોફી મહિલા ખેલાડી સપના રંધાવાની ધરપકડ કરતાં સ્ટેટ લેવલ ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. લાખો રૂપિયામાં સોદા બાજી કરી ક્રિકેટ મેચમાં ખેલાડીઓની પસંદગી કરવા મહિલા ખેલાડી સપના રંધાવા સાથે અન્ય મોટા માથા પણ સંડોવાયેલા હોવાની આશંકાને પગલે સુરત ઈકો સેલ પોલીસ દ્વારા વ્યાપક સ્તરે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *