બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રાણપુરના ડોક્ટર એસોસીએશનની મિલન રેસ્ટોરન્ટ ખાતે મીટિંગ યોજાઇ હતી આ મિટિંગની અંદર રાણપુર શહેર ના ડોક્ટર એસોસિએશનના પ્રમુખ,ઉપ.પ્રમુખ તથા રાણપુર તમામ ડોક્ટરો તથા મેડીકલ એસોસિએશન ના લોકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં રાણપુર ગ્રામ પંચાયત ના નવા ચૂંટાયેલા સરપંચ ગોસુભા પરમાર તેમજ કિનારા ગ્રામ પંચાયતના સરપંચ મેરૂભા પરમાર નું શાલ ઓઢાડી રાણપુર ડોક્ટર એસોસિએશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

