ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા દેશભરમાં ભાજપના કાર્યકરો વિજયોત્સવ મનાવી રહ્યા છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં બસ સ્ટેશન પાસે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વિજયોત્સવની ઉજવણી કરી હતી.ચાર રાજ્યોમાં ભાજપે ભવ્ય વિજય મેળવી ભાજપનો ભગવો લહેરાવતા રાણપુરમાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી,મોઢુમીંઠુ કરાવી,ગરબા લઈને વિજયની ઉજવણી કરી હતી તો શહેર ભાજપ પ્રમુખે ડો.બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમાં ને ફુલહાર પહેરાવી વિજયનો જશ્ન મનાવ્યો હતો.આ વિજય ઉત્સવમાં જીલ્લા પંચાયતના સદસ્યો,શહેર ભાજપ પ્રમુખ,શહેર ભાજપ મહામંત્રી સહીત આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


