પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજનાના ૧૨ માં હપ્તાની રાહ જોઇ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. ભારત સરકારશ્રી ટુંક સમયમાં લાભાર્થી ખેડૂતોના ખાતામાં ૧૨ માં હપ્તાના પૈસા મોકલી શકે છે. ૧૨ માં હપ્તાનો લાભ લેનાર લાભાર્થી ખેડૂતોએ e-KYC કરાવવું ફરજીયાત છે. e-KYC કરેલ લાભાર્થીઓના આધાર સાથે જોડાયેલા એકાઉન્ટમાં જ રૂા.૨૦૦૦ ટ્રાન્સફર કરવામાં આવશે. તેમ જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું છે.
