અંબાજી
શ્રાવણ મહિનો આવતા દેશના શિવ મંદિરોમાં શિવભક્તોની ભીડ જામે છે ત્યારે શક્તિ ભક્તિ અને આસ્થાની નગરી અંબાજી શ્રાવણ મહિનામાં હર-હર ના નાથથી ગુંજી ઉઠી છે . રાજસ્થાની શ્રાવણ માસનો છેલ્લો નિમિતે અંબાજીના રબારી વાસમાં આપેશ્વર મહાદેવ અને અંબાજીના માનસરોવરમાં માનેશ્વર મહાદેવ મંદિરમાં અમરનાથની જેમ બાબા બરફાની જેવા બરફના શિવલીગ તૈયાર કરાયા છે. મહાદેવના ભક્તો બાબા ફરફાનીના દર્શન કરવા શિવ મંદિરો પહોચ્યાં હતા. હર હરના નાથ સાથે શિવ ભક્તો બાબા બરફાનીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંબાજીના રબારી વાસમાં આપેશ્વર મહાદેવ મંદિર અને અંબાજીના માનસરોવરમાં માનેશ્વર મહાદેવ મંદિરમાં બરફથી બનેલા શિવલીંગના દર્શન કરવા મોટી સંખ્યામાં શિવભક્તો પહોચ્યાં હતા. સાથે શક્તિ નગરીમાં બમ બમ ભોલેના જયકારોથી શિવાલયો ગુંજી ઉઠયા હતા. આપેશ્વર મહાદેવ શિવ મંદિરમાં ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે.


