અમદાવાદ
અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં પત્નીને ખેંચની બિમારી હોવાથી પતિએ છ માસની દીકરી સાથે તેને રસ્તા પર તરછોડી દીધી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે પતિને દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખી પત્નીની મેડિકલ સારવાર કરાવી સાથે રહેવા સમજાવ્યું હતું અને તૂટતો સંસાર બચાવ્યો હતો. મારા લગ્ન જીવનને દોઢ વર્ષ થયુ છે. મારે છ માસની દીકરી છે. સાસુ સાથે સસરાએ છૂટાછેડા લીધા છે. સાસરીમાં સસરા દિયર સાથે રહેતા હતા. સસરા દારૂનો નશો કરી અપશબ્દો બોલતા હતા. થોડા સમય રોકાયા ત્યારબાદ પીડિતાને ખેંચ આવી ત્યારે સારવાર કરવાના બહાને પીડિતાને તેના પિયર લઈ ગયા હતા. પૈસાનું સેટિંગ કરી આવું તેમ કહીને પતિ પિયરમાં મૂકી જતો રહ્યો હતો. પિયરમાં આર્થિક પરિસ્થિતિ નબળી હતી. પાંચ બહેનો હોવાથી પીડિતાએ પિતા પર બોજ ન બનવું તેમ વિચારતા સમાજનાં મોભાદાર વ્યક્તિ બોલાવી પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.પતિ ખેંચની બીમારીનું બહાનુ કાઢી સાથે લઈ જવાની ના પાડી દીધી હતી. છતાં પીડિતા તેની પાછળ ધંધુકા બસ સ્ટેન્ડ સુધી આવી ત્યારે તેનો પતિ ત્યાંથી અમદાવાદ આવવા નીકળી ગયો હતો. તેથી પતિને સમજાવવા અભયમની મદદ માંગી હતી. ૧૮૧ ટીમ તાત્કાલિક ધંધુકા બસ ડેપો પર પહોંચી હતી. તેઓનું કાઉન્સેલિંગ કરતા તેઓએ જણાવ્યુ હતું કે હું હર હાલમાં પતિ સાથે રહેવા માંગુ છું. ૧૮૧ ટીમ પીડિતા અને તેની છ માસની દીકરીને લઈ ધંધુકાથી અમદાવાદ આવી હતી. પતિ નું કાઉન્સેલિંગ કર્યું હતું. ખેંચ દીકરીના ભવિષ્યનો વિચાર કરી કાયદાકીય પગલાં લેવા જણાવ્યુ હતું ત્યારે તેના પતિ ને દીકરીની અને પીડિતાની તમામ જવાબદારી સ્વીકારી તે અંગે લેખિત બાહેધરી આપી હતી. જાે ખેંચની બીમારી હોઈ તો મેડીકલ ટ્રીટમેન્ટ કરાવવા જણાવેલ છે ત્યારે આ કેસ નો સુખદ અંત આવતા દીકરીને માતા પિતા બંને નો પ્રેમ અપાવ્યો હતો.


