નિસાર શેખ.મહુધા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સમગ્ર દેશમાં કુપોષિત બાળકો ન રહે એ વિચારધારાને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ ની સુચના અનુસાર મહુધા તાલુકાના અલીણા તાબે રામનગર આદિવાસી વિસ્તારમાં તાલુકા પંચાયત પ્રમુખ નાં પ્રતિનિધિ રાયસિંગ ભાઈ પરમાર દ્વારા રૂબરૂ મુલાકાત લઈ અને કુપોષિત બાળકોને દત્તક લઈ સુપોષણ અભિયાન ને સાકાર બને તે માટે કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રામનગર વિસ્તારના સક્રિય કાર્યકર રાજુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યાં હતાં ત્યાર બાદ આદિવાસી સમાજ વિકાસ થી વંચિત ન રહે તે માટે બાકી રહેલ ઝુંપડપટ્ટી માં વિજળી સહાય , આવાસ , ગટર વ્યવસ્થા તેમજ સરકાર દ્વારા મળતાં લાભો વિષે કામોની ચર્ચા કરવામાં આવી હતી અને વિકાસનાં કામમાં જ્યાં પણ અડચણ લાગે ત્યાં મદદરૂપ થવા ખાત્રી આપી હતી.


