Gujarat

આગામી તા.૭ મે ના રોજ યોજાનાર રોજગાર ભરતી મેળો અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રખાયો  

તા.૦૭/૦૫/૨૦૨૨ના રોજ  સવારે ૧૦:૦૦ કલાકે  આઈ.ટી.આઈ, કેમ્પસ, જામનગર ખાતે જિલ્લા કક્ષાનાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું.જે નિયામકશ્રી, રોજગાર અને તાલીમ, ગાંધીનગરના આદેશથી અનિવાર્ય કારણોસર, હાલ તુરત મોકૂફ રાખવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારોએ અને નોકરીદાતાઓએ નોંધ લેવી. ફરીથી ભરતી મેળાનો કાર્યક્રમ નક્કી થયે સંબંધિતોને નવેસરથી આમંત્રિત કરવામાં આવશે. ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા જે ઉમેદવારોને એસ.ટી.કૂપન મોકલવામાં આવેલ છે, તેનો ઉપયોગ નહી કરવાનું જણાવવામાં આવે છે. વધુ માહિતિ,માર્ગદર્શન માટે રોજગાર સેતુ કોલ સેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો તેમ મદદનીશ નિયામક (રોજગાર) જામનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *