આજે તા. ૨૨મી, જૂનથી તા. ૨૮મી, જૂન સુધી છોટાઉદેપુર ખાતે આવેલા .એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજય સરકાર દ્વારા આયોજીત વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ અંતર્ગત વિકાસયાત્રા પ્રદર્શન તેમજ ૭ દિવસીય જિલ્લા કક્ષાના મેળાનો શુભારંભ સાંજે ૦૫:૦૦ કલાકે રાજયના મહિલા અને બાળ કલ્યાણ અને સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી મનિષાબેન વકીલના વરદહસ્તે કરવામાં આવશે.
તા. ૨૨/૦૬/૨૦૨૨ થી તા. ૨૮/૦૬/૨૦૨૨ સુધી યોજાનારા વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ૨૦ વર્ષની વિકાસયાત્રાનું પ્રદર્શન યોજવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાનો મેળો પણ યોજાશે.
આ મેળામાં છોટાઉદેપુર જિલ્લાના સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન/વેચાણ માટે ૫૦ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ મેળામાં ગુજરાત લાઇલીહુડ પ્રમોશન કંપની લિમીટેડ, ઇન્ડેક્ષ-સી, ખાદી ગ્રમોદ્યોગ બોર્ડ, ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અને મહિલા આર્થિક વિકાસ નિગમના કારીગરો અને સ્વ સહાયજૂથો ભાગ લેશે.
તા. ૨૨મી જૂનથી તા. ૨૮મી જૂન સુધી ચાલનારા આ પ્રદર્શન તેમજ જિલ્લાકક્ષાના મેળામાં ગુજરાત લાઇલીહુડ પ્રમોશન કંપની લિમીટેડ, ઇન્ડેક્ષ-સી, ખાદી ગ્રમોદ્યોગ બોર્ડ, ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અને મહિલા આર્થિક વિકાસ નિગમના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન તેમજ વેચાણ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના સ્વ સહાયજૂથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓ તેમજ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા તેમના ખેતરમાંથી ઉત્પાદિત કરવામાં આવેલા ખેતીપાકોનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે.
રાજય સરકારની ગ્રામલક્ષી યોજનાઓના પ્રચાર પ્રસાર અર્થે ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસયાત્રા પ્રદર્શન તેમજ ૭ દિવસીય જિલ્લાકક્ષાના મેળામાં મોટી સંખ્યામાં જિલ્લાના પ્રજાજનોને ઉપસ્થિત રહેવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
