માણાવદર તાલુકા મા છેલ્લા 50 દિવસથી આધારકાર્ડની કામગીરી સંપૂર્ણ બંધ હોવા બાબતે આમ આદમી પાર્ટી માણાવદર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આધારકાર્ડ એક ખૂબ જરૂરી દસ્તાવેજો હોવા છતાં પણ તંત્ર જાણે ઊંઘમાં હોય અને કોઈ પણ જાત ની ખબર જ ના હોય એવું માહોલ માણાવદર ની અંદર જોવા મળ્યો ઘણી બધી રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ ન મળતા આજરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણભાઈ રામ ની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી માણાવદર દ્વારા મામલતદાર મારફતે કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવનારા દિવસોમાં જો આ મુદ્દા પર ધ્યાન દેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી હતી આ તકે , રાજુભાઈ બોરખતરીયા પ્રદેશ મંત્રી,જૂનાગઢ જિલ્લા ટીમમાંથી જિલ્લા સંગઠન મંત્રી હમીરભાઈ રામ , જિલ્લા યુવા પ્રમુખ કૃણાલભાઈ સોલંકી, નવનિયુક્ત પ્રમુખ રાજુભાઈ સોલંકી ,શહેર પ્રમુખ કિશોરભાઈ પટેલ ,સંગઠન મંત્રી અરવિંદભાઈ સયજા,બાટવા શહેર પ્રમુખ ભરતભાઈ નકુમ ,મહામંત્રી સતીષભાઈ ડાંગર ,અનુસૂચિત જાતિ તાલુકા પ્રમુખ સંજયભાઈ પરમાર તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર


