Gujarat

માંગરોળ તાલુકામાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા ગુજકોમાસોલ દ્વારા

માંગરોળ તાલુકામાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા ગુજકોમાસોલ દ્વારા માંગરોળ તાલુકાના શેરીયાજ ગામની નાના ખેડૂત જુથ સેવા સહકારી મંડળી લીમીટેડ શેરીયાજ ને ખરીદી માટે અધિકૃત કરી માંગરોળ માર્કેટીંગ યાર્ડમાં ખરીદી કેન્દ્ર ફાળવતા આ માટે તા.૧/૩/૨૨ થી ખરીદી શરૂ કરવા માર્કેટીંગ યાર્ડ માંગરોળ પાસે થી લાયસન્સ મેળવવા મંડળી દ્વારા યાર્ડ સમક્ષ તા.૨૧/૨/૨૨ ના રોજ  લાયસન્સ ફી સાથે નિયત નમુના નું અરજી પત્રક રજુ કરવા છતાં યાર્ડ દ્વારા ૩૫/૨/૨૨ સુધી લાયસન્સ ફી સ્વિકારી પહોંચ આપવાની કાર્યવાહી ન કરી ફી ન સ્વિકારતા આ બાબતે મંડળીના પ્રમુખ જેઠાભાઈ ચુડાસમા એ  મામલતદાર માંગરોળ, કલેકટર જૂનાગઢ, સહિતનાઓ ને રૂબરૂ મળીને પોતાની મંડળી દ્વારા નિયત સમયથી ચણા ખરીદી શરૂ થઈ શકે  તે માટે માંગરોળ યાર્ડ લાયસન્સ ફી સ્વિકારી ચણા ખરીદી માટે આ મંડળીને તુરંત થી લાયસન્સ ઈશ્યુ કરવા જરૂરી કાર્યવાહી કરવા લેખીત ફરીયાદ કરી માંગ કરી છે
  માંગરોળ તાલુકા મા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા ત્રણ જેટલી મંડળીઓને ખરીદી કરવા પરવાનગી આપી હોવાનું અને આ પૈકી સુલતાનપુર ગામની મંડળીને ફાયદો કરાવવા તેને લાયસન્સ ઈશ્યુ કરી દઈ શેરીયાજ સહિત બે મંડળીઓને લાયસન્સ આપવા માં યાર્ડ અખાડાઓ કરી લાયસન્સ મેળવવા સમયસર પ્રક્રિયા કરવામાં નિષ્ફળ ગયાના નામે આ લાયસન્સ મેળવવા માં બાકી રહેલ શેરીયાજ  સહિતની બંન્ને મંડળીઓને મળેલ આદેશ રદ્ કરાવવા ઈરાદાપૂર્વક આવા ખેલ પાડવામાં આવતા હોવાની અને લાયસન્સ આપવામાં યાર્ડ દ્વારા વ્હાલા દવલાની નિતી અખત્યાર કરાતી હોવાની ચર્ચા પણ થતી જોવા મળી રહી છે,,,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *