Gujarat

આણંદના તમામ તાલુકા સબ રજીસ્ટાર કચેરીના કર્મચારીઓએ હડતાળ પાડી

આણંદ
આણંદ જિલ્લા તેમજ તાલુકા કક્ષાની ૮ સબ રજીસ્ટર કચેરીમાં ફરજ બજાવતા તમામ ઓપરેટર સામુહીક રજા પર ઉતરી ગયા જતા હોબાળો મચ્યો હતો. નિયમિત ફરજ બજાવતા આ ઓપરેટરોને કોન્ટ્રાક્ટર દ્વારા ૧૧ મહિનાથી પગાર ન ચૂકવતાં તમામ ઓપરેટરોએ હડતાળનું શસ્ત્ર અપનાવતા કચેરીઓમાં હડકંપ મચી હતી.દસ્તાવેજ કરાવવા એપોઇન્ટમેન્ટ લઈ આવેલા નાગરિકોના દસ્તાવેજના કામો અટવાઈ પડ્યા હતા. જિલ્લા અધિકારીઓને આ અંગે જાણ થતાં તેઓએ કોટ્રાક્ટર કંપનીને ફરિયાદ કર્યા બાદ મામલો ગરમાયો હતો. આ વિવાદમાં એ પણ ધ્યાને આવ્યું કે છેલ્લા છ માસથી આ ઓપરેટરોને ઓફીસ સ્ટેશનરી પણ આપવામાં આવી નથી. કોન્ટ્રાકટર કંપનીના શોષણ અને તુમાખીથી ત્રસ્ત ઓપરેટરોએ કામથી અળગા રહી જિલ્લા કચેરીએ આંદોલનનું રણશીંગુ ફૂંકતા કલેકટર પણ હરકતમાં આવી ગયા હતા. આ અંગે જિલ્લા નોંધણી નિરીક્ષક જે.એમ.ઠક્કરે જણાવ્યું હતું કે, ઓપરેટરોને પગાર અને સ્ટેશનરી બાબતે કોન્ટ્રાક્ટર કંપની સાથે વિવાદ હતો જે બપોર બાદ સુખદ ઉકેલ આવી જતા કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *