આજે છોટાઉદેપુર ખાતે જિલ્લા આયુષ શાખા, જિલ્લા પંચાયત છોટાઉદેપુરના આયોજન દ્વારા હર દિન હર ઘર આયુર્વેદ થીમ પર સાતમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની દરબાર હોલ ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી પ્રો શંકરભાઈ રાઠવા ની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી, જિલ્લા ભાજપ મહામંત્રીની સાથે જિલ્લા આયુર્વેદ ઓફીસર ડોક્ટર પારુલબેન વસાવા, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સજ્જનબેન રાજપૂત, જિલ્લા પંચાયત સદસ્ય શર્મિલાબેન રાઠવા, યુવા મોરચા પ્રમુખ સચિનભાઈ તડવી, છોટાઉદેપુર શહેર ભાજપા મહામંત્રી અંકુરભાઈ પંચોલી, તુષારભાઈ પટેલ, સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, સાથે યોગ વિશે કચનબેન બારીયા એ લોકોને માહિતગાર કર્યા હતા, સાથે ડોક્ટર પલક પટેલ દ્વારા ડાયાબિટીસને લઈને લોકોને માહિતગાર કર્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


