Gujarat

ઉત્તરાયણ કરવા બહાર ગયેલા નિવૃત્ત એરફોર્સ અધિકારીના ઘેર સોના-ચાંદીની ચોરી

વડોદરા
વડોદરાના આજવા નિમેટા રોડ પર સયાજીપુરામાં સાગર સ્ટુડિયો પાછળ આવેલા સૃષ્ટી ડુપ્લેક્ષમાં રહેતા રતનેશ્વર હ્યદયનારાયણ ઝા ગત ૧૩ જાન્યુઆરીએ ભરૂચ ખાતે રહેતા દીકરાને ત્યાં ઉત્તરાયણ કરવા માટે ગયા હતાં. એરફોર્સમાંથી નિવૃત્ત થયેલા રતનેશ્વર ઝાને વાસી ઉત્તરાયણે તેમના પડોશીએ જાણ કરી હતી કે, તમારા ઘરનો દરવોજાે તૂટેલો છે અને ઘરમાં બધો સામાન વેરવિખેર છે. જેથી તેઓ વડોદરા પરત આવ્યા હતાં. ત્યારે તેમના ઘરના દરવાજાની લોખંડની ગ્રીલ અને મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તૂટેલી હાલતમાં હતું તેમજ તેમના ઘરના ઉપરના માળે સામાન વેરવિખેર હતો. ઘરમાં તપાસ કરતા સોનાના દાગીના અને ચાંદીના એન્ટીક સિક્કાની ચોરી થઇ હોવાનું જણાયું હતું. જેથી પોલીસના જાણ કરતા પોલીસે આ મામલે એક લાખના દાગીના ચોરાયાની ફરિયાદ દાખલ કરી છે.વડોદરા શહેરના આજવા નિમેટા રોડ પર ઉત્તરાયણ કરવા દીકરાના ઘરે ભરૂચ ગયેલા નિવૃત્ત એરફોર્સ અધિકારીના ઘરમાંથી બ્રિટિશ શાસનના સમયના એન્ટીક ચાંદીના સિક્કાઓ અને સોનાના દાગીના સહિતની ચોરી થઇ છે. પોલીસે એક લાખનો મુદ્દામાલ ચોરાયાની ફરિયાદ દાખલ કરી છે.

Theft-of-silver-antique-coins-and-gold-ornaments.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *