Gujarat

ઉના ગીરગઢડા તાલુકાના સમસ્ત મારૂ કુંભાર સમાજના ૩૦ માં સમૂહલગ્ન માટેની મીટીંગ મળી હતી..

સમાજના પ્રમુખે સામાજિક બંધારણ બનાવવા સૂચનો મંગાવ્યા. દરેક સમાજની સમસ્યા ઉકેલ માટે મા-બાપની મરજી વિરુદ્ધ થતાં લગ્નને ગેર લાયક ઠરાવવા સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

 

ઉના – ઉના ગીર ગઢડા તાલુકાના અમુક ગામડામાં વર્ષોથી વસવાટ કરતા અને ખેતી કામ સાથે સંકળાયેલ મારુ કુંભાર સમાજ ઉના તાલુકાના ખાપટ, ઉના, કંસારી, વાવરડા, ભાચા, ભડીયાદર, વાજડી તેમજ ગીરગઢડા તાલુકાના કાંધી, પડા, અંબાડા, જુનાઉગલા, ધોકડવા અને આ વિસ્તારમાંથી ધંધાર્થે દીવ, વેરાવળ, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, સુરત, વાપી, સેલવાસ, વલસાડ, મુંબઈ તેમજ વિદેશમાં વસવાટ કરતા ડાંગોદરા, નંદવાણા, કીડેચા, માળવી, ટાંચક, ગોહિલ (ગોલા), ભીલવાળા, ચાંદોરા, કોટવાળ, નાંડોળા અને ટાંક અટક ધરાવતા મારૂ કુંભાર સમાજના ૩૦ માં સમૂહલગ્ન ઉત્સવનું આયોજન માટેની અગત્યની મીટીંગ કાંધી મુકામે હરિભાઈ ભાણાભાઈ નંદવાણાનાં નિવાસ સ્થાને મળેલ. આ સમૂહ લગ્નનાં મુખ્ય દાતા સ્વ. ભગવાનભાઈ વાઘાભાઈ નંદવાણા પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવશે. અત્યાર સુધીમાં 16 લગ્નની નોંધણી થઈ ચૂકી છે. મિટિંગની શરૂઆત દીપ પ્રાગટ્ય સ્વાગત પ્રવચન બાદ છેલ્લા થોડા સમય દરમિયાન મૃત્યુ પામેલ તેમજ દેશની સરહદ પર વીરગતિ પામનાર સદગતના આત્માને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. ત્યારબાદ સમૂહલગ્નનાં નિયમોનું વાંચન અને દાતાઓ માટે અપીલ કરવામાં આવેલ હતી. જેમાં સમાજના પ્રમુખ પ્રકાશભાઈ ટાંક દ્વારા સમાજના બંધારણ બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. સાથે દિન પ્રતિદિન આપણી સંસ્કૃતિ વિરુદ્ધ મા – બાપ અને પરિવારની મરજી વિરુદ્ધ થતા લગ્નને ગેર લાયક ગણી કાયદો બનાવવા માટે ઉપસ્થિત તમામ લોકોએ અનુમોદન આપ્યું હતું. આ મીટીંગને સફળ બનાવવા માટે કાંધી ગામના ક્રિષ્ના યુવક મંડળનાં તમામ સભ્યોએ જહેમત ઊઠાવી હતી..

કુંભાર-સમાજના-૩૦-માં-સમૂહલગ્ન-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *