Gujarat

ઉના શહેર તાલુકામાં આઝાદીકા અમૃત મહોત્સવ ૫૦૦ થી વધુ બાઇક રેલીમાં ૧ હજારથી વધુ કાર્યકરો જોડાયા.. 

શહેરના તમામ રસ્તા ગલીઓમાં કેસરીયો છવાયો હતો…

 

ઊના – ઉના શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્રારા તાલુકા યુવા મોરચા દ્વારા આયોજીત પૂર્વ ધારાસભ્ય  કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ ઓઝાની આગેવાનીમાં  ઉના શહેરમાં એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. આ રેલીમાં શહેર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો શહેર તાલુકા મોરચાના તમામ સંગઠનના હોદેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાયેલા હતા. આ રેલીની શરૂઆત ઉના નગરપાલિકા ભવન ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પ્રતિમાને ફુલહાર કરી અને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અને આ રેલીનો પ્રથમ વિશ્રામ ત્રિકોણ બાગ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ફૂલહાર કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને રેલી ટાવર ચોક થી ઉન્નતગર સોસાયટી, વેરાવળ રોડ, આનંદ વાટીકા ચોક, ઓમકાર ચોક, સાજન નગર સોસાયટી, મામલતદાર કચેરીથી ૮૦ ફૂટના રોડ સહીત વિવિત માર્ગો પરથી નગરપાલિકા ભવન ખાતે સમાપન થયું હતું. આ રેલીમાં ૫૦૦ થી વધુ બાઇકો જોડાયેલ હતી. અને એક હજારથી વધુ કાર્યકરોએ આ રેલીમાં જોડાયેલા હતા. આ રેલીમાં પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, ભાજપ પ્રમુખ હિતેશભાઈ ઓઝા, જીલ્લા ભાજપના મંત્રી રાજુભાઈ ડાભી, ઉના શહેર યુવા ભાજપાના પ્રભારી કુણાલભાઈ સોલંકી, અનુસૂચિત મોરચાના જીલ્લા પ્રમુખ માનસિંહભાઈ વાઘેલા,  ઉના શહેર યુવા ભાજપા પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા, તાલુકા પ્રમુખ સંજયભાઈ બાંભણીયા, શહેર પ્રમુખ મિતેશભાઈ શાહ, બાબુભાઈ ચૌહાણ, સહીત મહામંત્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા સદસ્યો, ગામના સરપંચો તેમજ યુવા ભાજપાના કાર્યકરો વિશાળ સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા..

-તાલુકામાં-આઝાદીકા-અમૃત-મહોત્સવ-બાઇક-રેલી-યોજાઇ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *