Gujarat

ઉના સરકારી હોસ્પિટલના ડોક્ટરની બદલી થતા વિદાય સમારંભ યોજાયો…

ગરીબોના મસિહાથી ઓળખાતા અને સાડા ચાર વર્ષની ફરજ દરમિયાન, રજાના દિવસોમાં પણ હોસ્પિટલ ધમધમતી રાખતા..

 

 

ઊના સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડર ડો. એન કે જાદવે સાડા ચાર વર્ષ ફરજ બજાવીને તેમની રાજકોટ ખાતે બદલી થતાં રાજકીય, સામાજિક તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા વિદાય સમારોહનો કાર્યક્રમ સરકારી હોસ્પિટલના હોલમાં રાખવામાં આવ્યો હતો. આ હોસ્પિટલમાં દર્દીઓ આવતા સો વાર વિચારતા પરંતુ ડો. જાદવની અર્થાત મહેનત થી આ હોસ્પિટલમાં રોજીંદા 400 થી વધુ દર્દીઓ સારવાર લેતા હતા. જેનું કારણ માત્ર ડો. જાદવ આ વિસ્તારના ગરીબ, પછાત દર્દીઓના મસિહા તરીકે પણ જાણીતા તેઓએ આ હોસ્પિટલમાં રાત દિવસ તેમજ રજાના દિવસોમાં પણ અનેક દર્દીઓને સારવાર આપી છે. જેને કારણે માનવસેવા એ જ પ્રભુસેવા તેમજ ડોક્ટરે એ ઈશ્વરનું રૂપ છે તે ઉદાહરણ ડોક્ટર જાદવે શહેર અને તાલુકાના પછાત ગરીબ દર્દીઓને સારવાર આપી સાબિત કર્યું છે. તેમજ સર્પદંસ તેમજ ઝેરી દવા પીધેલા તેમજ ગંભીર રોગોમાં સપડાયેલા દર્દીઓને પણ સ્વસ્થ કરીને ઘરે પરત મોકલ્યા છે. આ ઉપરાંત ગરીબ દર્દીઓને  બહાર રીફર કરવા તેમજ બહાર મેડીકલની દવા લેવા માટે પોતાના સ્વખર્ચે મદદરૂપ થયા છે..

આમ ડોક્ટરની બદલી થતાં અનેક લોકોની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. ડો.જાદવના વિદાય સમારોહમાં  હોસ્પીટલનો તમામ સ્ટાફ તેમજ દીપાબેન બાંભણીયા, મનોજભાઈ બાંભણીયા, ઉના ન.પા. ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશી, ભાઈદાસ વાળા, પુનમભાઈ ઝાલા સહીતના સામજીક રાજકીય આગેવાનોએ ફુલહાર તેમજ સાલ ઓઢાડીને સન્માન કરી વિદાયમાન કરેલ હતા. હાલ ઊના સરકારી હોસ્પીટલમાં ડો. જય પાઘરેશાની નિમણુંક થયેલ છે.

ઉના-સરકારી-હોસ્પિટલના-ડોક્ટર-જાદવની-બદલી-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *