Gujarat

ઉનાના ઝાંખરવાડા ગામે રહેતો બુટલેગરને નવાબંદર મરીન પોલીસે પાસા કાયદા હેઠળ અમદાવાદ સેન્ટ્રલ જેલ હવાલે કર્યો..

ઉનાના ઝાંખરવાડા ગામનો બુટલેગર દારૂના અનેક ગુન્હામાં સંડોવાયેલ હોય તેની સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી નવાબંદર મરીન પોલીસ દ્વારા આ બુટલેગરને પકડી પાડી અમદાવાદ સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવેલ છે.ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ દ્વારા દારૂના ધંધાર્થી ઉપર કડક કાર્યવાહીના ભાગેરૂપે પાસા જેવા અટકાયતી પગલા લેવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.યુ.મસીના માર્ગદર્શન હેઠળ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ હતી.

ત્યાર બાદ નાયબ પોલીસ અધિક્ષક સા. વેરાવળ તથા પોલીસ અધિક્ષક સા.ગીર સોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરને મોકલી આપવામાં આવેલ અને આવી ગે.કા. પ્રવૃત્તીની ગંભીરતાને ધ્યાને રાખી ઉનાના ઝાંખરવાડા ગામનો બુટલેગર પ્રતિકભાઇ જીણાભાઇ ડોડીયા તેમજ કોબ ગામનો બુટલેગર સુનેન યુસુફ શેખ વિરૂધ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામા આવેલ. જે પાસા વોરંટ ઇસ્યુ થયા બાદ નવાબંદર મરીન પોલીસના પી એસ આઈ એ.બી.વોરા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે વોચમા ગોઠવી આ બુટલેગરને પકડી પાડી અમદાવાદ અને સુરત સેન્ટ્રલ જેલ હવાલે ધકેલાયો હતો…

 

-રહેતો-બુટલેગરને-નવાબંદર-મરીન-પોલીસે-પાસા-કાયદા-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *