Gujarat

ઉનામાં પાકિસ્તાન દેશનાં વિદેશમંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટોનું પૂતળા દહન કરાયું…

વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદી વિશે અસભ્ય ટીપ્પણી કરેલ તેનાં વિરોધમાં ભાજપ યુવામોરચા દ્વારા બેનર સાથે સુત્રોચાર કરી વિરોધ રોષ ભભૂકી ઉઠયો…નરેન્દ્રભાઈ મોદીની માફી માંગે તેવી માંગ…

 

પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટોએ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે અસભ્ય ટીપ્પણી કરેલ તેનાં વિરોધમાં ઉના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા ભાજપ કાર્યાલય, નગર પાલિકાના ભવન પાસે બેનર સાથે બિલાવલ ભુટ્ટોનું પૂતળા દહન કરી પાકિસ્તાન હાઈ હાઈ તેમજ માફી માંગે તેવા સુત્રોચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં ઉનાના ધારાસભ્ય કે સી રાઠોડ, યુવા મોરચાના પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા સહીતના ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના કાર્યકર્તાઓમાં જોડાયા હતા. અને ભારે રોષ સાથે ઉના પ્રાંત કચેરી ખાતે ડે. ક્લેક્ટરને લેખીત આવેદન પત્ર પાઠવ્યું હતું.

 

તાજેતરમાં અમેરીકાનાં ન્યુયોર્ક શહેરમાં ચાલી રહેલ સંયુકત રાષ્ટ્રસંધ (U.N.S.C)ની બેઠકમાં ભારત દ્વારા પાડોશી દેશ અને આતંકવાદ અને આતંકવાદીઓને પોષતા પાકિસ્તાનને જોરદાર લપડાક આપતા પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચુકેલા પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ઝરદારી ભટ્ટાએ ભારતનાં યશસ્વી વડાપ્રધાન અને યુગપુરુષ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી વિશે જે અસભ્ય ટીપ્પણી કરી છે. તેને ઉના શહેર તાલુકા યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીપરીવાર સખ્ત શબ્દોમાં વખોડી તેનો ઉગ્ર વિરોધ કરે છે. અસભ્યતાની હદ વટાવી ચુકેલા અને વૈષ્વિક સ્તરે પોતાની શાખ ગુમાવી ચુકેલા પાકિસ્તાન દેશનાં વિદેશમંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટો પેાતાની આ બિન સંસદીય ટીપ્પણીઓ બદલ વિશ્વ સમક્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માફી માંગે અને ભવિષ્યમાં પાકિસ્તાન કે વિશ્વનો કોઈ નેતા કોઈ રાષ્ટ્રપુરૂષ વિશે આવા હલકી કક્ષાનાં શબ્દોનો પ્રયોગ ન કરે હોય પાકિસ્તાન દેશ સામે અને તે દેશનાં બિનસંસ્કારી વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટા સામે વૈષ્વિક સ્તરે કાર્યવાહી થાય તેવી સંયુકત રાષ્ટ્ર સંધ સમક્ષ આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ કરી માંગણી કરેલ છે….

-દેશનાં-વિદેશમંત્રી-બિલાવલ-ઝરદારી-ભુટ્ટોનું-પૂતળા-દહન-કરાયું-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *