Gujarat

ઉમા પદયાત્રા સમિતિ દ્વારા માણાવદર થી ઉમાધામ ગાંઠીલા સુધી પદયાત્રા યોજાશે

(જીગ્નેશ પટેલ દ્વારા)
માણાવદર ઉમા પદયાત્રા સમિતિ દ્વારા અગામી તા.૬-૮-૨૦૨૨ ને શનિવારના રોજ માણાવદર થી ઉમાધામ ગાંઠીલા સુધીની બીજી પદયાત્રા યોજાશે જેમાં પદયાત્રા સાથે માતાજીનો રથ પણ વાચતે ગાજતે ગાંઠીલા પહોંચશે
માણાવદર ઉમા પદયાત્રા સમિતિ દ્વારા દર વર્ષે માણાવદર થી ઉમાધામ ગાંઠીલા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે.જેમા તા.૬-૮-૨૨ ને શનિવારના રોજ માણાવદર થી ઉમાધામ ગાંઠીલા સુધીની પદયાત્રા યોજાશે જેમાં સાંજે આઠ વાગ્યે કડવા પટેલ સમાજના શ્રેષ્ઠિઓ દ્વારા માતાજીની આરતી કરવામાં આવશે અને ત્યારબાદ પદયાત્રાનું પ્રસ્થાન થશે આ પદયાત્રા સાથે માતાજીનો રથ પણ રહેશે
વાજતે ગાજતે આ પદયાત્રા અને રથ પટેલ ચોકથી ગળવાવ ફાટક નરેડી, વંથલી, શાપુર, ધણફુલીયા થઈ ઉમાધામ ગાંઠીલા પહોંચશે જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા પદયાત્રીકોનું સ્વાગત તેમજ ધ્વજારોહણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ  અને બપોરે પ્રસાદનું આયોજન કરવામાં આવશે રસ્તામાં પણ ચા, પાણી, નાસ્તો, શરબતની વ્યવસ્થા કરવામાં આવેલ છે માઈ ભક્તોએ આ પદયાત્રામાં જોડાવા જણાવ્યું છે
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર
મો. ૯૯૨૫૧ ૭૪૧૭૬

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *