ઊના નજીક દરીયાઇ કિનારે ગીરસોમનાથ એલસીબી તેમજ ઉના પોલીસના સ્ટાફ પેટ્રોલીંગ કરી રહેલ એ વખતે કેન્દ્રસાશીત પ્રદેશ દિવ માંથી ૫ શખ્સો દરીયાઇ ખાડી માંથી બાચકાઓમાં વિદેશી દારૂનો ભરીને નિકળતા હોય તેને એ.માંડવી નજીક પક્ષીઘર પાસે આવેલ ખાડીમાં રોકાવી તપાસ કરતા કિશન બાલુ ચુડાસમા રહે. દેલવાડા, વિજય ઉર્ફે ભરત ચુડાસમા રહે. દેલવાડા, હિતેષ બાલુ પરમાર રહે.ઉના, સંજય દિલીપ સોલંકી રહે. સનવાવ, મુકેશ ઉર્ફે ભોલુ રમેશ વાઘેલા રહે. ધારીની પુછપરછ કરતા તેના કબ્જા માંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડનો બોટલ નં.૪૦૭ મળી આવેલ જેની કિ.રૂ. ૨૮.૭૫૦ તથા મોબાઇલ સહીતનો મુદામાલ પકડી પાડી પાંચ શખ્સો વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુન્હો નોધેલ છે. ગીરસોમનાથ એલસીબીની ક્રાર્યવાહીથી દિવ માંથી અલગ અલગ બારમાંથી દારૂ લાવી ગુજરાતમાં હેરાફેરી કરતા શખ્સોને પકડતા બાર માલીકોમાં પણ ફફડાટ મચી ગયેલ છે. એલસીબી ઇન્ચાર્જ કે જે ચોહાણના માર્ગદર્શન હેઠળ પ્રફુલભાઇ વાઢેર, સૈલેષભાઇ ડોડીયા, રાજુભાઇ ગઢીયા, ઉદયસિંહ સોલંકી, સંદિપભાઇ ઝણકાટ સહીતના કર્મચારી ઓએ આ જથ્થો પકડી પાડેલ હતો.
રાજ્ય સરકારે તમામ તાલુકા જીલ્લા મંથકે આવેલી ચેક પોસ્ટ હટાવી લેવા આદેશ કર્યા બાદ એહમદપુર માંડવી ચેક પોસ્ટ તેમજ તડ ચેક પોસ્ટને તાળા લગાડી દીધા છે. પરંતું દિવ પંથક માંથી મોટાપાયે દારૂ ગુજરાતમાં ઠલવાતો હોય આ દારૂ ગે.કા. પ્રવૃતિ અટકાવવાના બહાના હેઠળ મોટા ભાગનો મરીન પોલીસ ઉના પોલીસ અને એલસીબીની બ્રાન્ચના કર્મચારીઓ ચેક પોસ્ટની આજુબાજુ વિસ્તારમાં ખુરશી નાખીને બેસી દિવ તરફ અવર જવર કરતા ટુરીસ્ટોને પણ દારૂના ચેકિંગ બહાના હેઠળ હેરાન પરેશાન કરતા હોવાના કારણે પ્રવાસક્ષેત્રે વિકસેલ ઉના પંથકના વિસ્તારમાં આવતા બાળકો મહીલા અને પરીવાર સાથે ફરવા આવેલા નિર્દોષ પરીવારોને પણ ચેક પોસ્ટની આજુબાજુમાં ગોઠવેલી પોલીસ હેરાન કરતી હોવાની ફરીયાદો ઉઠવા પામેલ છે. પોલીસ ગુનેગારો અને બુટલેગરોને પકડે અને સજા કરે તેના સામે કોઇને વાંધો હોય શકે નહી પરંતુ મોટાપાયે તોડ પાણી કરીને મોટા માથાઓ અને બુટલેગરોને છાવરતુ હોય અને નાના મચ્છરોને પકડીને તેના ફોટા પાડીને પ્રસિધ્ધછ મેળવવા ગુન્હા દાખલ કરતા હોય છે. આમ તો મોટા માથાઓનો જથ્થો ખુલ્લે આમ પોલીસની મહેરબાની હેઠળ પસાર થતો હોય છે. તેવી ચર્ચ છડે ચોકે થતી રહે છે. અને પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ લાગી રહ્યા છે. ત્યારે જીલ્લા એસ પી એહમદપુર ચેક પોસ્ટ અને તડ ચેકપોસ્ટની આજુબાજુમાં રહેતી કાયમી પોલીસને નિર્દોષ લોકોને પરેશાન કરવાનું બંધ કરે અને સાચા ગુન્હેગારોને કડક હાથે ડામી દે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.


