ઊના – તાજેતરમાં ઉના રામજીમંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડના કાર્યકરો તેમજ અધિકારીની એક બેઠક મળેલ હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડના કાર્યકારી અધ્યક્ષ નિપુલભાઇ શાહને ગીર સોમનાથ જીલ્લા સહમંત્રીની જવાબદારી આવેલ તેથી ઉના પ્રખંડ તાલુકામાં નવા અધ્યક્ષની નિમણૂંક માટે કોળી સમાજના યુવા અગ્રણી યશવંતભાઇ એમ બાંભણીયાની ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ નક્કી કરતા યશવંતભાઇ બાંભણીયાની નિમણૂંકને જાહેર કરતા શહેરની વિવિધ તથા સામાજીક સંસ્થાએ આ નિમણૂંકને આવકારી હતી.


