Gujarat

ઊનાના કાંધી ગામના યુવાનને ત્રણ શખ્સોએ રેતી ચોરીમાં જેસીબી, ટ્રેક્ટર પકડાવેલ હોવાનો આક્ષેપ સાથે ખાર રાખી લોખંડના પાઇપ વડે માર માર્યો..

ઊનાના કાંધી ગામે રહેતા કેવલ સતુ સાંખટ, કુંદન જીણા સાંખટ, તેમજ સતુ કાના સાંખટ આ ત્રણેય શખ્સોએ ધનશ્યામભાઇ ભગવાનભાઇ મકવાણાને આ ત્રણેય શખ્સોએ ત્રણ ચાર દિવસ પહેલા જે સી બી તેમજ ટ્રેક્ટર મામલતદારમાં રેતી ચોરીમાં પકડાવેલ હોવાનો આક્ષેપ કરી તેમના પર ખાર રાખી તમામ  શખ્સોએ કાંધી ગામે ગૈચરના મેદાન પાસે રસ્તામાં ધનશ્યામભાઇને લોખંડના પાઇપ વડે જમણા હાથના કાંડામાં એક ઘા મારી ફેક્ચર કરી દીધેલ અને લાકડી વડે હાથ અને વાસાના ભાગે તેમજ શરીરમાં આડેધડ ઢીકાપાટુનો મુંઢ મારમારી જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપેલ અને આ ઝગડામાં ઝપાઝપી દરમ્યાન યુવાનનો મોબાઇલ પડી ગયેલ હોય આ અંગે ધનશ્યામભાઇ ભગવાનભાઇ મકવાણાએ ત્રણેય શખ્સો સામે પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *