ઊનાના ખત્રિવાડા ગામમાંથી પસાર થતી રૂપેણ નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પુર આવ્યુ હતું. અને આ ગામ વચ્ચેથી પસાર થતી આ નદીમાં ગામ લોકો પોતાના જીવ જોખમે પસાર થઇ રહ્યા છે. એ વખતે ગાય પણ નદી પર બેઠા પુલ પરથી પસાર થઇ સામે કાંઠે જવાનો પ્રયાસ કરેલ એ દરમ્યાન અધ વચ્ચે ગાય પહોચી ત્યારે પાણીનો વધુ પ્રવાહથી અચાનક ગાયનો પગ લપસી જતાં નદીમાં ખાબકી ગયેલ અને પાણીના વહેતા પાણીમાં તળાય ગયેલ બાદમાં આ ગાયે હિમતભેર પાણીમાં તરીને નદીના કાંઠે પહોચી બહાર નિકળી ગઇ હતી. ત્યારે આ વિસ્તારમાં નજરે જોનારા લોકોએ હાસકારો લીધો હતો…

