ઊનાના ભીમપરા વિસ્તારમાં રહેતો યુવાન નજીકના ભોયલાવાડી વિસ્તારમાં આવેલ આવાસ બિલ્ડીંગના સામેના ભાગે એક કુવો આવેલ હોય તેમાં પાણી પીવા ગયેલ યુવાનનો અચાનક પગ લપ્સી જતાં કુવાના ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત નિપજેલ હોવાની મૃતકના ભાઇએ પોલીસમાં જાહેર કરેલ છે.
ઊનાના ભીમપરા વિસ્તારમાં રહેતા ભરતભાઇ હરીભાઇ મકવાણા ઉ.વ.૩૫ તેવો ભોયલાવાડી વિસ્તાર નજીક આવેલ આવાસ મકાનના બિલ્ડીંગના સામેના ભાગે કુવામાં પાણી પીવા ગયેલ હોય અને અચાનક પગ લપ્સી જતાં ઉંડા કુવાના પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યુ હતું. આ અંગેની જાણ નગર પાલીકા ફાયર બ્રિગેડના અશોકભાઇ રાઠોડ, જયેશભાઇ રાઠોડ, રોહીત ગોહીલ, જીતુભાઇ બાંભણીયા, તેમજ કાળુભાઇ રામ સહીતના કર્મીઓ સાધનો લઇ ઘટના સ્થળે દોડી ગયેલા અને કુવાના ઉંડા પાણી માંથી કલાકોની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. અને ઉના સરકારી હોસ્પીટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ આ અંગે મૃતકના ભાઇ રવિભાઇ હરીભાઇ મકવાણાએ ઉના પોલીસમાં જાહેર કરેલ છે.


