Gujarat

ઊનાના સનખડા ગામનો બુટલેગરને પાસા હેઠળ સેન્ટ્રલ જેલ હવાલે કરાયો…

ઊના – ઉનામાં કાયદો વ્યવસ્થાને ધ્યાને ગંભીર પ્રવૃતિને અટકાવવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરેલ આવી ગેરપ્રવૃતિ કરતા શખ્સોને પકડી પાડી પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવેલ  છે.

ઊના પંથકમાં ગે.કા. દારૂની હેરાફેરી કરતા બુટલેગરો તેમજ ગે.કા. ગંભીર પ્રવૃતિ કરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરવા ઉના પી આઇ એમ યુ મસી દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. અને જીલ્લા અધિક્ષક દ્રારા ગીરસોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર આર જી ગોહીલે આવી ગેર કાયદેસર પ્રવૃતિ કરતા બુટલેગરો યોગેશ કરણા રાઠોડ રહે. સનખડા વાળો અનેકવાર દારૂના ગુ્ન્હામાં સંડોવાયેલ હોય તેના વિરૂધ્ધ ગે.કા. દારૂની હેરાફેરી કરતા હોવાના ગંભીર ગુન્હા હોય આ શખ્સોને પાસા હેઠળ અટકાયતી પગલા લેવા વોરન્ટ ઇસ્યુ થતાં ક્રાઇમ બ્રાન્ચ ઇ.ચા. પોલીસ વી યુ સોલંકી, કે જે ચોહાણ, મેરામણભાઇ પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, સંદિપસિંહ ઝણકાટ સહીતના સ્ટાફે વોચ ગોઠવી આરોપી બુટલેગરો યોગેશ કરણા રાઠોડ રહે. સનખડા ને પકડી પાડી સેન્ટ્રલ જેલ વડોદરા હવાલે કરેલ છે. આમ પોલીસે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરતા બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામેલ.

-બુટલેગરોને-પાસા-હેઠળ-ધકેલાયા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *