ઊનાના સામતેર પ્રા.શાળામાં ધો. ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં બાળકો દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ધો.૬ માં અભ્યાસ કરતી ઉપસનાબેન યોગેશભાઇ ખસીયા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્રારા લેવામાં આવતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા (pse) કક્ષાએ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. અને સ્કુલ દ્રારા સન્માન કરવામાં આવ્યુ હતું. અને તમામ વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં આચાર્ય ભાટુ, અશ્વિનભાઇ કોરાટ, અનિલભાઇ વાળા આ શિક્ષકોએ જહેમત મહેનત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..


