તટસ્થ તપાસ થાય તો મોટુ કોભાંડ બહાર આવવાની શક્યતા..
ઊના – ઊના તાલુકાના નાના એવા ખાપટ ગામમાં પોસ્ટ ઓફીસની બ્રાન્ચ કાર્યરત હોય અને આ બ્રાન્ચમાં ગરીબ મજુરવર્ગ તેમજ વિધવા સહાય યોજનાના ખાતા હોય છે. જેમાં સરકાર દ્રારા વિધવા મહીલાઓની સહાયની રકમ જમા થાય અને મજુરવર્ગ પોતાની બચતની રકમ ખાતામાં જમા કરાવતા હોય છે. પરંતુ ખાપટ ગામના બ્રાન્ચ પોસ્ટ માસ્તરે રૂ.૬ લાખનો ગોટાળો કરી પલાયન થઇ જતાં આ સમગ્ર કોંભાડ બહાર આવતા ખાતેદારોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે. અને હાલ તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે. પરંતુ આ પલાયન થયેલ બ્રાન્ચ પોસ્ટ માસ્તર વિરૂધ્ધ કાયદાકિય પગલા હજુ સુધી ભરાયા ન હોવાના અહેવાલ જાણવા મળી રહ્યા છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ખાપટ પોસ્ટ ઓફીસના બ્રાન્ચ પોસ્ટમાસ્તર દિવ્યેશ થોભલ બારડ રહે. ડોળાસા છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ખાપટ પોસ્ટ ઓફીસરમાં ફરજ બજાવતા હોય અને પોતાની ફરજ દરમ્યાન રૂ. ૬ લાખનો ગોટાળો દેખાઇ આવતા તેમની હેડ ઓફીસના અધિકારીની નજરમાં આ ગોટાળો બહાર આવતા ગત તા.૨૦ ઓગષ્ટના અધિકારીએ દિવ્યેશ બારડને રૂ. ૬ લાખની રકમ હિસાબમાં બોલે છે પરંતુ જમા કેમ કરાવી નથી તેમ કહેતા દિવ્યેશ બારડે જણાવેલ કે સાહેબ પેમેન્ટ જમા કરાવા આવુજ છું આટલી વાત થયા પછી ફોન કટ કરી આપેલ બાદમાં વારંવાર અધિકારએ ફોન કરવા છતાં પણ બ્રાન્ચ પોસ્ટ માસ્તર દિવ્યેશ બારડનો ફોન બંધ આવતા અધિકારીને લાગ્યુ કે કાંઇક દાળમાં કાંણુ છે. તેથી તાત્કાલીક આ અંગેની જાણ જુનાગઢ પોસ્ટ ઓફીસના ઉચ્ચ અધિકારીને સમગ્ર વાતથી વાકેફ કરી અને રીપોર્ટ પણ જુનાગઢ હેડ ઓફીસને મોકલી આપેલ હતો. અને ૨૦ ઓગષ્ટના શનિવાર હોવાથી તાત્કાલીક ગીરગઢડા પોસ્ટ ઓફીસના અધિકારી ખાપટ પોસ્ટ ઓફીસે પહોચી ગયા હતા. અને તપાસનો ધમધમાટ શરૂ કરેલ અને રોજકામ પણ કરવામાં આવેલુ હતું. તે સીવાય તમામ ઓફીસનું સાહીત્ય સીલ પણ કરી આપવામાં આવેલ નાના એવા ગામમાં પોસ્ટ માસ્તર દ્રારા કોંભાડ થયું હોવાની વાત વાયુવેગે ફેલાતા ખાતેદારો પણ પોસ્ટ ઓફીસ પોહચ્યા હતા. અને તમામ ખાતેદારોને હાલ આશ્વાસન આપવામાં આવેલ છે. અને તપાસ શરૂ હોવાનું જણાવેલ હતું. બાદમાં પલાયન થયેલ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર કોડીનાર તાલુકાના ડોળાસા ગામનો હોય અને તેમના પિતા થોભણભાઇ બારડ રીક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. અને તેમને પુછતા તેમણે પણ જણાવેલ કે દિવ્યેશ શનિવારે ઘરે આવેલ અને કપડાની થેલી ભરીને બહાર જાવ છું તેમ કહી ગયેલ પરંતુ હજુ સુધી પરત આવેલ નથી. તેવું જાણવા મળતા આ પોસ્ટ માસ્તર દ્રારા કોંભાંડ કરવામાં આવેલ હોવાનું જણાઇ આવતા અધિકારીએ તપાસ વેગવંતી કરી છે. હવે આ ખાપટ પોસ્ટ ઓફીસ બ્રાન્ચના તમામ ખાતેદારના ખાતા તપાસવામાં આવે તો હજુ પણ આ કોંભાડ મસમોટુ બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી..
