Gujarat

કઠલાલમાં પગાર ન થવાના મુદ્દે શૈક્ષિક સંઘ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
                      બોક્ષ
શિક્ષકોનો આક્ષેપ ઓડિયો વાયરલ થતા અને ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જતા પગાર અટકાવવામાં આવ્યો
——————————
કઠલાલમાં એક હજારથી વધુ શિક્ષકોનો પગાર ન થતાં પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ કઠલાલ તાલુકા દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.શિક્ષકો દ્વારા જણાવ્યા મુજબ મુજબ થોડાક સમય પહેલા તાલુકા પંચાયતની શિક્ષણ વિભાગ કચેરી માં કામ કરનાર કેટલાક લોકો દ્વારા પૈસાની માગણી કર્યા હોવાનો ઓડિયો વાયરલ થયો હતો કામ કરવા બાબતે પૈસાની માગણી કરનાર વ્યક્તિઓ સાથે મિતેશભાઇ નામના શિક્ષકે વાત કરી હતી જે બાબતનો ઓડિયો વાયરલ થયો હતો.શિક્ષકોના જણાવ્યા મુજબ આ ઓડિયો વાયરલ થતા અને ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જતા કચેરી માં કામ કરતા કર્મચારીઓ દ્વારા શિક્ષકો નો પગાર જાણીજોઈને અટકાવી શિક્ષકોને હેરાન કરવામાં આવી રહ્યા છે તેમ જણાવવામાં આવ્યું હતું.ત્યારે ઓફિસમાં બેસતા કેટલાક વ્યક્તિઓને
ભ્રષ્ટાચાર બહાર આવતા ભ્રષ્ટાચાર બંધ કરવાના બદલે ટી પી ઈ ઓ ઓફિસનું કામ બંધ કરવામાં આવ્યું છે અને શિક્ષકોનો પગાર નિવૃત્ત શિક્ષકોના પેન્શન સહિત અન્ય કામગીરી રજડી પડી છે જે બાબતે તાત્કાલિક વ્યવસ્થા કરી કામગીરી પુનઃ ચાલુ કરવામાં આવે જેથી તાલુકાના શિક્ષકો તમામ પ્રકારના આર્થિક લાભોથી વંચિત ન રહે જે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.જોકે આ ઓડિયો ક્લિપ ના મધ્યમથી શિક્ષણ જગતમાં ચાલતો ભ્રષ્ટાચાર બહાર આવતો હોય તેમ સ્પષ્ટ દેખાય રહ્યું છે. અને આના સિવાય અન્ય કેટલો ભ્રષ્ટાચાર થતો હશે પણ એક વિચારવાનો વિષય છે.સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવું રહ્યું.

IMG-20220517-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *