કેશોદ તાલુકાના કણેરી ગામે રહેતી ૧૪ વર્ષ ૩ મહિનાની કિશોરી તા.૫-૯-૨૦૨૨ને બપોરના સમયગાળામાં કણેરી ગામના બસ સ્ટેશનની બાજુમાંથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૫ ફુટ, બાધો મધ્યમ અને રંગ ગોરો છે. તેમણે કાળા કલરનું જીન્શ તેમજ કાળા કલરનું ટી-શર્ટ પહેર્યું છે. આ કિશોરીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા કેશોદ પોલીસે જણાવ્યું છે.
