જેમા જિલ્લાના તમામ વય કેટેગરીના 90 જેટલા OH કેટેગરીના મહિલા અને પુરુષ ખેલાડીઓ એ ભાગ લીધો હતો,100 મીટર દોડ , બરછી ફેંક, ગોળા ફેંક, ભાલા ફેંક,ટ્રાઇસિકલ રેસ સહિતની રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો,અને રાજ્ય સરકાર દ્વારા સામાન્ય લોકોની જેમ શારીરિક અક્ષમતા ધરાવતા લોકો પણ પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે અને ખેલકુદ ક્ષેત્રે પોતાની પ્રતિભાને ઉજાગર કરી શકે તે માટે સ્પે.ખેલમહાકુંભ ના આયોજન બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


