જૂનાગઢ જિલ્લામાં ગુજરાત લેન્ડ ગેબીંગ (પ્રોહિબિશન) એક્ટ-૨૦૨૦ હેઠળ નોંધાયેલા ૮ કેસોનું કલેક્ટર શ્રી રચિત રાજની મધ્યસ્તાથી પરસ્પર સમજૂતી સુ:ખદ સમાધાન કરવામાં આવ્યું છે.
કલેકટર શ્રી રચિત રાજ જિલ્લામાં જમીનના વિવાદોને આગવી સૂજબૂજ અને કાયદાકીય જોગવાઈઓને અનુસરીને હકારાત્મક ઉકેલ લાવી રહ્યા છે. જુલાઈ-૨૦૨૨માં ૫ અને ઓગસ્ટ -૨૦૨૨માં ૩ કેસો લેન્ડ ગ્રેબિંગના કેસો પક્ષકારોની સમજૂતીથી હકારાત્મક રીતે ઉકેલવામાં આવ્યા છે.
આ વિવાદોમાં અરજદાર અને પ્રતિવાદી વચ્ચે પરસ્પર સમજણ દ્વારા આ કેસોનો નિવેડો લાવવામાં આવ્યો છે. તેમાં પ્રતિવાદી દ્વારા અતિક્રમણ દૂર કરવા માટેની લેખિત બાંહેધરી પણ આપવામાં આવી છે.
ઓગસ્ટ માસના ૩ કેસમાં પણ બંને પક્ષકારો વચ્ચે પરસ્પર સમજણ અને સમાધાન દ્વારા વિવાદનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જમીનના નકશાના ઓર્ડર પણ જારી કરવામાં આવ્યા હતા અને જમીન મૂળ માલિકને સોંપવામાં આવે છે.
કલેકટર શ્રી રચિત રાજ મોટાભાગના કેસોનો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલ આવે તેવો અભિગમ સાથે મહેસૂલી પ્રશ્નોનો નિકાલ કરવા પ્રયાસરત છે.
