Gujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડા ખાતે “ગરીબ કલ્યાણ સંમેલન” અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે કરવામાં આવેલા વાર્તાલાપના જીવંત પ્રસારણનું આયોજન

 

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ

ભારત સ્વતંત્રતાની યાદમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ મહત્વપૂર્ણ પ્રસંગના ભાગ રૂપે પ્રધાનમંત્રી દ્વારા ભારત સરકારના નવ મંત્રાલયો/વિભાગોમાં ફેલાયેલી લગભગ સોળ યોજનાઓ/કાર્યક્રમોના લાભાર્થીઓ સાથે “ગરીબ કલ્યાણ સંમેલન” અંતર્ગત શિમલા ખાતે થી વિડીયો કોન્ફરેંસના માધ્યમ થી વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.તેમજ પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૧મો હપ્તો રીલીઝ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી દ્વારા શિમલા ખાતે થી કરવામાં આવેલા વાર્તાલાપ તેમજ રાષ્ટ્રજોગ સંબોધનના જીવંત પ્રસારણનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના વિવિધ ગામડાઓના કુલ ૧૦૪ ખેડૂત સહભાગીઓ જોડાયા હતા. કાર્યક્રમમાં અમિતભાઈ પટેલ (મદદનીશ ખેતી નિયામક) તેમજ ધર્મેન્દ્રભાઈ ગોહિલ (ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા ખેડા) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડાના પશુપાલન વિષયના નિષ્ણાંત ડૉ. કે. એ. પ્રજાપતિ દ્વારા ઉપસ્થતિ સર્વે લોકોનું શાબ્દીક સ્વાગત કરી કાર્યક્રમના આયોજન પાછળના કારણો જણાવ્યા હતા. ત્યારબાદ કેન્દ્રના વિસ્તરણ શિક્ષણ વિષયના નિષ્ણાંત કલ્પેશકુમાર ટાંકોદરા દ્વારા કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ દેથલી ગામના અગ્રણી ખેડૂત ઇશ્વરભાઇ સોલંકીએ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવો જણાવ્યા હતા. ત્યારબાદ કેન્દ્રના જમીન વિજ્ઞાન વિષયના નિષ્ણાંત ડૉ. એ. કે. પટેલ દ્વારા ચોમાસુ પાકો માટે જમીનની તૈયારી અને પોષણ વ્યવસ્થાપન પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સર્વે લોકોએ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા વાર્તાલાપ તેમજ સંબોધનને નિહાળ્યુ હતુ. કાર્યક્રમના અંતે કેન્દ્રના મુકેશકુમાર ચૌધરી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

IMG-20220602-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *