Gujarat

કેશોદ ચાર ચોકથી ૫૨ વર્ષના ખીમાભાઇ ગુમ

 કેશોદ તાલુકાના અખોદર ગામે રહેતા ૫૨ વર્ષના ખીમાભાઇ વરજાંગભાઇ ધ્રામણચોટીયા તા.૫-૧૧-૨૦૨૨ને બપોરના ૧૧-૩૦ કલાકે કેશોદ લીબર્ટી પાનની ગલીમાં વકીલ નરેન્દ્રભાઇ પીઠિયાની ઓફિસ, ચાર ચોકમાંથી પરિક્રમા માટે જૂનાગઢ નીકળવાનું કહી ગુમ થયા છે. તેમની ઉંચાઈ ૫.૬ ઇંચ, મધ્યમ બાધો અને રંગ ઘઉવર્ણ છે. તેમને ગળાના ભાગે તલનું નિશાન છે. ગુમ થયા ત્યારે સફેદ શર્ટ તથા બ્લેક કલરનું પેન્ટ પહેરેલ છે. ખીમાભાઇની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા કેશોદ પોલીસે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *