Gujarat

કોકિલ કંઠી લતા દીદીનાં નિધનના સમાચાર મળતાં જ  સાવરકુંડલા શહેરની સરકારી પ્રાથમિક શાળા નંબર પાંચનાં ધોરણ સાતમાં ભણતા વિદ્યાર્થી શુભમે લતાજીનું ચિત્ર દોરી શ્રદ્ધાંજલિ અર્પી. 

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
આમ તો લતાદીદીના નિધનના સમાચાર મળતાં સાવરકુંડલા શહેરમાં લતાદીદીના ચાહકોમાં શોક અને ગમગીની વ્યાપી ગઇ હતી. સાવરકુંડલા શહેરમા આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર પાંચનાં ધોરણ સાતમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી શુભમને પણ ખૂબ દુઃખ અને આઘાતની લાગણી થતાં તેમણે લતાદીદીનું એક ચિત્ર જાતે બનાવી લતાદીદીને ભારે હૈયે શ્રધ્ધાંજલી પાઠવી હતી અને આ વિદ્યાર્થીએ જાતે લોકડાઉનમાં યુ ટ્યુબમાંથી જોઈ ચિત્ર બનાવતાં જાતે શીખ્યો છે. ગઈ કાલે યુવામહોત્સવમાં પ્રથમ આવેલ છે.અને ગયા અઠવાડિયે જિલ્લામાં પણ પ્રથમ આવેલ ..એમ શાળાના શિક્ષક હિરેનભાઈ રમેશભાઈ જીકાદરાએ જણાવ્યું હતું.

IMG-20220206-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *