વડોદરા
ખલીપુર ગામ પાસે આવેલી એક કંપની દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે એક કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. આ તળાવમાં વરસાદી પાણી સાથે એક મગર તણાઇ આવ્યો હતો. કુત્રિમ તળાવમાં ફરી રહેલા મગરને કંપનીમાં રહેતા મજૂરોએ જાેતા ચોંકી ઉઠ્યા હતા. અને આ અંગેની જાણ પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના અગ્રણી રાજ ભાવસારને કરી હતી. દરમિયાન તુરતજ તેઓની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને મગરને બહાર કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના અગ્રણીએ જણાવ્યું હતું કે, સંસ્થાના હેલ્પ લાઈન ઉપર ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતું કે, ચાણસદ પાસે ખલીપુર ગામ પાસેની એક કંપનીમાં પાણી માટે ૩૦ ફૂટ લાંબુ અને ૨૦ ફૂટ ઊંડું કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. તેમાં મગર આવેલ છે. તળાવમાં મગરને જાેઇ વર્કરો ગભરાઈ ગયા હતા અને કામકાજ બંધ કરી દીધું હતું. જાેકે, આ મેસેજ મળતાજ અમારી રેસ્ક્યુ ટીમ સ્થળ પહોંચી ગઇ હતી. અને ચાર કલાકની ભારે જહેમત બાદ ૫ ફૂટ લાંબા મગરને બહાર કાઢી ફોરેસ્ટ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે.ચોમાસાની શરૂઆત થતાંની સાથે નદી-નાળાઓમાં રહેતા મગરો બહાર નીકળી રહ્યા છે. પાદરા તાલુકાના ચાણસર ગામ પાસે ખલીપુર ગામ પાસે આવેલી એક કંપનીમાં વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલા કુત્રિમ તળાવમાં મગર આવી ગયો હતો. આ અંગેની જાણ પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાને થતાં તુરતજ રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. અને ચાર કલાકની જહેમત બાદ ૫ ફૂટ લાંબા મગરને બહાર કાઢ્યો હતો.


