નડિયાદ
ખેડા જિલ્લામાં સતત વધી રહેલા કોરોના કેસો સતત ૩ દિવસથી ૧૦૦ ને પાર જઈ રહ્યા છે. જેના કારણે શુક્રવારના રોજ વધુ ૧૦૮ પોઝિટિવ કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. ગત ૧૯મીના રોજ ૧૬૮, ૨૦ મીએ ૧૧૨ અને આજે વધુ ૧૦૮ પોઝિટિવ દર્દી મળી આવતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જે રીતે કોરના કેસો વધી રહ્યા છે તેનો જાેતા આગામી દિવસોમાં કોરોના સંક્રમણનો આંક હજુ પણ વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે. એક તરફ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સારી બાબત એ છેકે સારવાર લઈ રહેલા ૪૪૩ માંથી ફક્ત ૩૧ દર્દીઓને જ હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડી છે. બીજી તરફ આજના દિવસે ૬૯ દર્દીઓને કોરોના સારવારમાંથી રજા આપવામાં આવી છે.ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. દરરોજ કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે કોરોનાની બીજી લહેર બાદ સતત ૩ દિવસથી પોઝિટિવ કેસનો દર ૧૦૦ ને પાર જઈ રહ્યો છે. શુક્રવારે વધુ ૧૦૮ કેસ તંત્રના ચોપડે નોંધાયા છે. જેમાં નડિયાદ ૭૬, મહુધા ૮, વસો ૮, કપડવંજ ૪, મહમદાવાદ ૩, ગળતેશ્વર ૩, ખેડા ૨, માતર ૨, કઠલાલ ૧ અને ઠાસરા ના ૧ કેસનો સમાવેસ થાય છે. શુક્રવારના ૧૦૮ કેસ સાથે જિલ્લાનું કોરોના મિટર પણ વધીને ૧૨,૧૭૬ પર પહોંચી ગયું છે. જેની સાથે જિલ્લામાં કુલ ૪૪૩ લોકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જેમાંથી ૪૧૨ લોકો હોમ આઇસોલેશનમાં જ્યારે ૩૧ લોકો હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં આજની તારીખે ૧૧ દર્દી સારવાર લઈ રહ્યા છે જેમાંથી ૪ ઓક્સિજન પર અને ૧ દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. જ્યારે અન્ય ખાનગી હોસ્પિટલમાં ૨૦ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે જેમાંથી ૬ દર્દી ઓક્સિજન પર અને ૧ દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. આમ કુલ ૪૪૩ દર્દી હાલ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.


