Gujarat

ખેડુતોને સરળતાથી ધિરાણ માટે ઝીરો ટકા વ્યાજે લોન અપાશે ઃ બનાસ બેન્કના ચેરમેન

બનાસકાંઠા
બનાસકાંઠામાં બનાસ બેન્કના ચેરમેન અણદાભાઈ પટેલે પ્રેસ મીટ યોજી હતી. જેમાં લોનના સમયે ખેડૂતોને પડતી અગવડને લઈ સરળતાથી લોન મળે તે માટે ડોક્યુમેન્ટ ઘટાડ્યા હોઈ એવી જાહેરાત કરાઈ હતી. ઉપરાંત ખેડૂતોને ત્રણ લાખ સુધી ઝીરો ટકા વ્યાજે લોન આપવામાં આવશે, તેમજ ત્રણ લાખથી વધુની લોન માટે ૧૧ ટકા વ્યાજથી કેસીસી ધિરાણ આપવાની જાહેરાત કરાઈ હતી. ઉપરાંત યુવતી અને મહિલાઓને પણ પશુપાલનનો ધંધો કરવો હોય તો તેમાં પણ લોન-સબસીડી આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે બેન્કેબલ યોજના દ્વારા પાર્લર કરવું હોય, કરિયાણાની દુકાન કરવી હોય, કાપડની ફેરી કરવી હોય, હેર કટીંગ સલૂન બનાવવી હોય, વેલ્ડીંગ કે જાળી જાપાનું કામ કરવું હોય, ખેતીના ઓજારો બનાવવાનું કામ કરવું હોય જેવા અનેક પ્રકારના વ્યવસાયો કે જેમાં સબસીડી મળે છે તેવી ૧૦ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવા બનાસ બેંક તત્પર છે. બનાસ બેન્કના ચેરમેન અણદાભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને સરળતાથી ધિરાણ મળે તે માટે ડોક્યુમેન્ટ ઘટાડ્યા છે. ઉપરાંત ત્રણ લાખ સુધી ઝીરો ટકા વ્યાજ અને એના ૧૧% વ્યાજથી કેસીસી ધિરાણ આપીશું, જેના થકી તેમને વારંવાર લોન કેસ કરવા ના પડે. જે લોકો જરૂરિયાત મંદ છે, જે યુવાનો છે એવા વ્યવસાય કરવા માંગતા હોય તેવા યુવતીઓ કે મહિલાઓ તેમને પણ પશુપાલનનો ધંધો કરવો હોય તેમને પણ લોન આપીશું.બનાસબેન્ક ના ચેરમેન અણદાભાઇ પટેલે પ્રેસ મીટનું આયોજન કર્યુ હતુમ. જેમાં તેમણે ખેડૂતોને સરળતાથી ધિરાણ મળે તેવી જાહેરાત કરી હતી. જાે કે ખેડૂતોની લોનના કેસમાં ડોક્યુમેન્ટ ઘટાડ્યા છે અને ત્રણ લાખ સુધી ઝીરો ટકા વ્યાજે લોન આપવામાં આવશે તેવી જાહેરાત પણ તેમણે કરી હતી.

Palanpur-Loan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *