મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા અંધજન મંડળ, પોરેચા આંખની હોસ્પિટલ બારેજાના સંયુક્ત ઉપક્રમે તા. 12/12/2022 ના રોજ ગળતેશ્વર તાલુકાના લહેરીપૂરા ખાતે નિઃશુલ્ક નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો જેમાં લહેરીપૂરા તથા આસપાસના વિસ્તારોમાંથી 108 જેટલા રહીશોએ લાભ લીધો હતો. લાભાર્થી બનેલ તમામની આંખોની તપાસ ડૉ. ફોરમ ઝાલા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને જરૂર દવાઓ આપાઈ હતી. 18 જેટલા દર્દીઓને મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન અર્થે પોરેચા હોસ્પિટલ બારેજા ખાતે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રસ્તુત કેમ્પને સફળ બનાવવામાં લહેરીપૂરા પ્રા. શાળાના કર્મીઓ, મેડિકલ ટીમ તથા આશાદીપના સ્ટાફે સરાહનીય પ્રયત્નો કર્યા હતા.


