Gujarat

ગીરગઢડાના સનવાવ ગામમાં સિંહયુગલના ધામા બે મુંગાપશુના મારણ કર્યા

ઊના – ગીરગઢડાની નજીક આવેલ ગીરજંગલના વન્યપ્રાણીઓ નજીકના ગ્રામ્ય વિસ્તાર તેમજ વાડી વિસ્તારમાં અવાર નવાર આવી ચડતા હોય છે. અને મુંગા પશુઓ પર હુમલા કરી મારણની મિજબાની માણતા હોય તેમ ગત રાત્રીના અગીયાર વાગ્યાની આસપાસ કડકડતી ઠંડીમાં ગામમાં બે સિંહયુગલ શિકારની શોધમાં ગામમાં આવી ચડ્યા હતા. અને ગામમાં રહેણાંક વિસ્તારમાં બે સિંહ યુગલે રખડાતા પશુ પર હુમલો કરી દેતા ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. ત્યાર બાદ નજીકમાં રહેણાંક મકાન પાસે પણ પશુંનુ મારણ કરેલ આમ ગામમાં બે પશુના મારણથી ગામમાં અફડા તફડી મચી ગયેલ હતી. અને વહેલી સવારે મારણની મિજબાની માણી ચાલ્યા ગયેલ હોય આમ સિહ પરીવાર સાથે અવાર નવાર ગામમાં પ્રવેશ કરી પશુના મારણ કરી ચાલ્યા જતા હોય છે. આથી ગામમાં ભયનો માહોલ ફેલાયેલલ હતો. વનવિભાગ દ્રારા આ વન્યપ્રાણીઓને દૂર ખદેડવા ગ્રામજનોનીમાંગણી ઉઠવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *