Gujarat

ગીરસોમનાથનાં સુત્રાપાડા તાલુકામાં એકતા મહિલા મંડળની મહિલાઓ બની પગભર ગુજરાત સરકાર દ્વારા સખીમેળામાં નિશુલ્ક સ્ટોલ આપવામાં આવતા હોવાથી સ્ટોલનું ભાડું બચે છે અને સારી કમાણી થાય છે: કિંજલબેન ધારેચા.

 ગિરગઢડા
 ભરત ગંગદેવ..
સખીમેળામાં હોમ ડેકોરની પ્રોડક્ટનો સ્ટોલ ધરાવતા કિંજલબેન ધારેચાના મંડળમાં ૧૦ બહેનો કાર્યરત છે. હજુ તાજેતરમાં જ તેમને સરકાર દ્વારા મહિલાઓ માટે ચાલતી વિવિધ યોજનાની જાણ થઈ અને એક મહીના પહેલા સખીમંડળની શરૂઆત કરી.
કિંજલબેને આવા સખીમેળા યોજવા બદલ ગુજરાત સરકારનો આભાર માનતા કહ્યું કે, હું પહેલા ઘરે કામ કરતી હતી અને હોમ ડેકોરની પ્રોડક્ટ બનાવતી હતી. જે પછી મેં વધારે બહેનોને જોડીને એકતા મહિલા મંડળની શરૂઆત કરી. મંડળ બનતાં જ આવકમાં પણ વધારો થયો છે. પહેલા કરતા હવે ઉત્પાદન કામ પણ સરસ રીતે ચાલે છે. સરકાર તરફથી પણ આવા સખી મેળામાં ભાગ લેવા માટેની જાણ પણ કરવામાં આવે છે અને વિનામૂલ્યે સ્ટોલની જગ્યા તેમજ રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જેથી સ્ટોલનું ભાડું બચે છે અને દર મહિને સારી કમાણી થઇ જાય છે.

IMG-20220723-WA0436.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *