Gujarat

ગોંડલની વિદ્યાર્થિનીઓએ લાંબી રેલી કાઢી ઘરે ઘરે તિરંગો ફરકાવવાના શપથ લીધા

ગોંડલ
દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે કેન્દ્ર સરકારે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દેશના સૌ નાગરિકો પોતપોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી, કાર્યાલય, ઓફિસ, પર તિરંગો લહેરાવે તે અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ત્યારે ગોંડલ યુ.એલ.ડી. કન્યા છાત્રાલયની ૧૩૦૦ વિદ્યાર્થિનીઓએ ગોંડલના મુખ્ય માર્ગો પર ૩ કિલોમીટર સુધીની સૌથી લાંબી ત્રિરંગા યાત્રા કાઢી હતી. ગોંડલ યુ.એલ.ડીની કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ છાત્રાલયથી ગુંદાળા ફાટક, બસસ્ટેન્ડ, ગુંદાળા દરવાજા, જેલચોક, ત્રણ ખુણીયે થી ફરી છાત્રાલય સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ તકે યુ.એલડી કન્યા છાત્રાલય ના ચેરમેન વિઠ્ઠલભાઈ ધડુક, કચરાભાઈ વૈષ્ણવ, જગદીશભાઈ વેકરિયા, મહેશભાઈ સખીયા, કુરજીભાઈ વિરડીયા, અમૃતભાઈ ઠુમર, કિશોરભાઈ ભાલાળા, ગોપાલભાઈ શીંગાળા, શશીકાંતભાઈ રૈયાણી, આચાર્ય એમ.ડી.દેસાઈ, ગોંડલ નગરપાલિકા ના પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી, ગોંડલ શહેર ભાજપ ઉપ પ્રમુખ કિશોરભાઈ ધડુક, નિલેશભાઈ ધડુક સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તિરંગા યાત્રા કરી છાત્રાલય ખાતે ૧૩૦૦ વિદ્યાર્થિનીઓ એ રાષ્ટ્રગાન કરી વિદ્યાર્થીનિઓ એ ઘરે ઘરે તિરંગા ફરકાવવામાં આવશે તેવા શપથ લીધા હતાલેઉવા પટેલ સમાજની એક સાથે ૧૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓએ દેશ ભક્તિને લગતા અલગ અલગ બેનરો સાથે તિરંગા યાત્રા કાઢી અને દેશભક્તિને લગતા સૂત્રોચ્ચાર કરી તિરંગા યાત્રા કાઢી હતી. તિરંગા યાત્રા દરમિયાન રૂટમાં આવતી પ્રતિમા, જેલ ચોક ભગતસિંહ અને ત્રણ ખુણીયે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. આ રેલી ગોંડલ શહેરમાં ૮ કિલોમીટર જેટલી યાત્રા ફરી હતી.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *