Gujarat

ચૂંટણી ના ઢબુકતા ઢોલ ની વચ્ચે ફરી એક વખત ઈકો ઝોન સેન્સેટિવ બની રહ્યો છે ગીર વિસ્તારના અનેક ગામો માં વર્ષ 2016 થી ઇકો સેન્સેટીવ ઝોનની અમલવારી ને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર કોઈ અંતિમ નિર્ણય નહીં કરતા ફરી એક વખત ઇકો સેન્સેટીવ જોન ને લઈને ગીર વિસ્તારમાં આંદોલનના મંડાણ થયા છે..

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
 ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે આવા સમયે વર્ષ 2016 થી સતત ચર્ચામાં અને વિરોધમાં રહેલો ઇકો ઝોન નો કાયદો ફરી એક વખત સેન્સેટિવ બની રહ્યો છે વર્ષ 2016માં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગીરના જંગલ નજીક આવેલા ગામોમાં ઇકો સેન્સેટીવ ઝોન લાગુ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી ત્યારબાદ આજ દિન સુધી ઇકો સેન્સેટીવ ઝોનની અમલવારી કે તેના પ્રારૂપ ને લઈને હજુ સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર કોઇ અંતિમ નિર્ણય સુધી પહોંચી નથી જેના વિરોધમાં આજે તાલાલા ખાતે વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય ભગવાનભાઇ બારડ ની હાજરીમાં ગીર વિસ્તારના ગામલોકો ખેડૂતો અને ખેડૂત અગ્રણીઓની હાજરીમાં વિરોધ રેલી નું આયોજન થયું હતું ત્યારબાદ આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી અને તાકીદે ઇકો સેન્સેટીવ ઝોન જેવો ખેડૂતો અને ગીરના ગામલોકો માટે બનાવાયેલો કાળો કાયદો તાકીદે દૂર કરવામાં આવે તેવી આવેદનપત્ર મારફતે માંગ કરવામાં આવી હતી
વર્ષ 2016 માં ઇકો સેન્સેટીવ ઝોનના કાયદાને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર હરકતમાં આવી હતી ત્યારબાદ આ કાયદાની અમલવારી ને લઈને ગીર વિસ્તારના ગામો અને ખેતરોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થશે તેને લઈને રાજ્યની વડી અદાલતમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી હતી આ અરજી દાખલ થયા બાદ રાજ્યની વડી અદાલતે સરકારને સમગ્ર કાયદાના અમલવારી અને તેના પ્રારૂપ ને લઈને જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો ત્યારબાદ સમગ્ર કાયદો વર્ષ 2016 ની સ્થિતિએ આજે પણ જોવા મળે છે ત્યારે આ કાયદાને રાજ્યની સરકાર રદ કરે તેવી માંગ પણ કરવામાં આવી છે બીજી તરફ બંધારણીય જોગવાઇ મુજબ કોઈ પણ કાયદો બનાવ્યા બાદ 455 દિવસ કે તેથી વધુ સમય સુધી પડતર રહે તો તે આપોઆપ રદ થતો હોય છે અને ત્યાર બાદ થયેલી જાહેરહિતની અરજી પણ કોર્ટ માંથી બાદ થતી હોય છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર ફરીથી એક વખત ગીર વિસ્તારના ગામોને ઇકો સેન્સેટીવ ઝોન ના  દાયરા માં થી બહાર લાવે તેવી માંગ આજે ખેડૂતો અને ગામલોકો દ્વારા સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં મામલતદાર તાલાલા ને કરવામાં આવી હતી
 કાયદા માં સૂચિત જોગવાઈઓ મુજબ ગીર જંગલ વિસ્તારના ૧૦ કિલોમીટર મા આવતા ખેતરો અને ગામોને કોઈપણ પ્રકારના વિકાસના કામો કરવા પર પ્રતિબંધિત ફરમાવવામાં આવ્યા હતા જે આ કાયદાની સૌથી મોટી વિરોધ ઉપજાવે તેવી જોગવાઈ ને લઇને ખેડૂતોને ગામલોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વધુમાં ગીર વિસ્તારમાં આવેલા ૧૬ જેટલા ગામોના તળ ને વધારો કરવાની માંગ પણ પાછલા ઘણા સમયથી થઇ રહી છે ત્યારે મહેસૂલ વિભાગે ગીરગઢડા નજીક 68 હેકટર જમીન વન વિભાગને હવાલે કરી છે તેના બદલામાં વન વિભાગે ગીર વિસ્તારની જમીન રેવન્યુ વિભાગ ને હસ્તાંતરિત કરવાની હોય છે પરંતુ આ કામગીરી વન વિભાગ તરફથી કરવામાં આવી નથી વન વિભાગની દલીલ મુજબ ગીર વિસ્તારના ગામોમાં જે જમીન મહેસૂલ  વિભાગ ને હસ્તાંતરિત કરવામાં આવે તેના પર હક અને હિસ્સો વન વિભાગનો રહેશે આ જોગવાઈ ને લઈને પણ ગામ લોકો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વધુમાં ગીર વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના ગામોમાં પણ કોઈપણ કામ કરતા પૂર્વે વનવિભાગની મંજૂરી લેવી ફરજીયાત છે વનવિભાગ મંજૂરી ન આપે તો કોઈ પણ કામ થઈ શકતું નથી આવી પરિસ્થિતિમાં ઇકો સેન્સેટીવ ઝોન ગામ તળ ની જમીન અને સેટલમેન્ટના ગામોને વન વિભાગ માંથી દૂર કરવા આ ત્રણ માગો ને લઈને ફરી એક વખત વર્ષ 2016 બાદ આંદોલનના મંડાણ થયા છે
Attachments area

IMG-20220805-WA0639.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *