પશુપાલન-ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમે જણાવ્યુ હતું કે, ગુજરાતે છેલ્લા ૨૦ વર્ષમાં વિકાસના નવા આયામો સર કર્યા છે. આ ૨૦ વર્ષ જનજનના વિકાસના-તપસ્યાના છે.એમ મંત્રીશ્રી દેવાભાઇ માલમે કેશોદ તાલુકાના અજાબ ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણના કાર્યક્રમમાં જણાવ્યું હતુ.
મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની દેખરેખમાં થઇ રહી છે. ગુજરાતે છેલ્લા ૨૦ વર્ષમાં વિકાસના નવા આયામો સર કર્યા છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સુચારૂ રીતે અમલવારી થઇ રહી છે. મા નર્મદાના નીર ઘેર ઘેર પહોચી ગયા છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ સરકારશ્રી દ્વારા લોકો માટે કાર્યરત કરવામાં આવેલ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સૌના સાથ સૌના વિકાસના આ ભગીરથ કાર્યમાં જોડાવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. વધુમાં અજાબ ગામ માટે ધનકચરાના નીકાલ માટે રૂ.૮ લાખના ખર્ચે વાહનની ફાળવણી, ૧૫માં નાણાપંચ હેઠળ પેવર બ્લોકના કામનું ખાત મુહૃત મંત્રીશ્રીના હસ્તે યોજાયુ હતું.
આ તકે મંત્રીશ્રીના હસ્તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આરોગ્ય વિભાગ, પૂર્ણા શક્તિ, સગર્ભા યોજના,વ્હાલી દિકરી યોજના સહિતની વિવિધ વિભાગની યોજનાના લાભાર્થીઓને સહાય-લાભ વીતરણ કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના ૨૦ વર્ષની વિકાસ યાત્રા અંગેની ટુંકી ફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતીં.
આ પ્રસંગે અજાબ ગામના સરપંચશ્રી મગનભાઇ અધેરા, શ્રી ગોવિંદભાઇ બારીયા એ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.
આ તકે કેશોદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી દેત્રોજા, શ્રી અજીતભાઇ બાબરીયા, શ્રી લાડાણી, શ્રી બાબુભાઇ કાલરિયા, શ્રી જયભાઇ કેશવાલા, પ્રાંત અધિકારીશ્રી ગરસર, નાયબ પશુપાલન નિયામકશ્રી પાનેરા સહિતના અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


