Gujarat

છોટા ઉદેપુર ખાતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ  તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના નેજા હેઠળ  જૂની પેન્શન યોજના ને ફરીથી લાગુ કરવા એક દિવસીય પ્રતીક ધારણ નું કાર્યક્રમ યોજવામાં આવ્યું. સાથે છોટાઉદેપુર જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર પાઠવ્યું.

અગાઉ ચાલતી જૂની પેન્શન યોજનાને ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૫ માં બંધ કરી નવી પેન્શન યોજના ને અમલમાં મુકવામાં આવી હતી.જેને ફરીથી નવી પેન્શન યોજનાને બંધ કરી અગાઉની જૂની પેન્શન યોજનાં નો અમલ કરવા ભારત સરકાર ને પરિપત્ર કલેકટરશ્રી દ્વારા પહોંચે તે માટે એક દિવસ ના પ્રતીક ધરણાં નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ પેહલા શિક્ષક સંઘ ના હોદેદારો તેમજ શિક્ષકોદ્વારા તાલુકા કક્ષાએ  પડતર માંગણીઓ માટે ટી પી ઓ ને આવેદન આપવાનું આયોજન કર્યું હતું .આ સાથે જૂની માંગણીઓ માં ગુજરાત માં શિક્ષકો દસ વર્ષના બોન્ડ પર સર્વિસ કરી પોતાના ઘર તેમજ વતન અને કુટુંબ થી દુર રહીને નોકરીઓ કરે છે  સમય મર્યાદા  ઘટાડી ને તેઓને ઝડપ થી લાભ આપવામાં આવે.થાય સો ટકા  જિલ્લાફેર બદલીઓના નિયમો બહાર પડી લાભ મળે તેમજ તેમજ રાજાઓના પ્રશ્ન નો નિકાલ કરવામાટે તેમજ રાષ્ટ્રીય શિક્ષણ વિરોધી નીતિઓ ની ત્રુટીઓ ને દુર કરી, અને સાતમા પગાર  પંચનો લાભ દેશમાં સમાન આપવામાં આવે આવા અનેક શિક્ષકો ના પ્રશ્નોને લઇ આજરોજ તાલુકા શાળા નં.એકના જિલ્લા સેવા સદન સામે આ પ્રતીક એક દિવસીય ઉપવાસ નો કાર્યક્રમ યોજી પોતાની માગણીઓ સરકાર સામે મૂકી હતી.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *