Gujarat

છોટાઉદેપુર એલ.સી.બી. દ્વારા ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટર સાયકલ ચોરી કરનાર ઇસમને ૧૦ મોટર સાયકલો સાથે ઝડપી પાડી છોટાઉદેપુર, ખેડા, દાહોદ, સુરત જિલ્લાના વાહન ચોરીના કુલ-૭ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી કુલ કિ.રુ.૩,૩૭,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો.  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ. જે આધારે
એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને જરૂરી સુચના આપી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે સંબંધે એચ એચ.રાઉલજી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે રંગપુર નાકા ચેકપોસ્ટ પાસેથી મધ્યપ્રદેશ રાજ્યના ડુંગરગામ ના રહેવાસી મુકેશભાઇ કેમતાભાઇ બામણીયા નાને એક એચ એફ.ડીલક્ષ મો.સા. સાથે પકડી પાડી એ મો.સા. અંગે ખાત્રી તપાસ કરતા ઝોઝ પો.સ્ટે. વિસ્તારમાંથી મો.સા ચોરાયેલાનું જણાતા સદરી ઇસમની ધરપકડ કરી ઘનીષ્ઠ પુછપરછ કરતા પોતે તથા તેના સાગરીતો મારફતે ગુજરાતમાંથી અલગ-અલગ જગ્યાએથી તેઓએ મોટર સાયકલોની ચોરીઓ કરેલાની કબુલાત કરતા પોલીસ અધિક્ષક  ધર્મેદ્ર શર્મા નાઓની સુચના આધારે ડી.જે પટેલ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર છોટાઉદેપુર તથા એચ એચ રાઉલજી તથા એન એમ ભુરીયા તથા જી એન પરમાર નાઓએ પકડાયેલ ઇસમના ગામના આગેવાન તથા સગા સંબંધીનો સંપર્ક કરી મુકેશભાઇ તથા કે તેના સાગરીતોએ ચોરી કરેલ મોટર સાયકલો રીકવર કરવા સારૂ અલગ-અલગ ટીમો બનાવી કુલ ૧૦ મોટર  સાયકલો કિ.રૂ.૩,૩૭,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી પકડાયેલ ઇસમને સી આર.પી.સી. ૪૧ (૧) ડી મુજબ અટકનો કરી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. અને જે પો.સ્ટે. વિસ્તારમાંતેઓએ મો.સા. ચોરી કરેલ છે તે તમામ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે. આમ, મધ્યપ્રદેશ રાજ્યના ઇસમો દ્વારા ગુજરાત રાજ્યના અલગ-અલગ
જિલ્લાઓમાંથી વાહન ચોરી કરવામાં આવેલ હોય જે ચોરાયેલ મોટર સાયકલો તથા આરોપીને ઝડપી પાડેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220322-WA0093.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *