આગામી તા. ૨૨મી, એપ્રિલના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા સેવાસદન છોટાઉદેપુર ખાતે આવેલા સંકલન સમિતિ હોલમાં રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે.
તા. ૨૨મી, એપ્રિલના રોજ યોજાનારી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ: ૨૦૨૧-૨૨ના જિલ્લા આયોજન મંડળની બેઠકની કાર્યાવહી નોંધને બહાલી આપવા, વર્ષ ૨૦૨૧-૨૨ની વિવિધ જોગવાઇઓ હેઠળની રીવાઇઝ/રદ આયોજન/બચત આયોજનને બહાલી આપવા, ૨૦૨૨-૨૩ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ તાલુકા આયોજન અને નગરપાલિકા આયોજનની બહાલી મેળવવા, ડીડીપી, ધારાફંડ, એ.ટી.વી.ટી હેઠળ મંજૂર થયેલા માટે વહવટી મંજુરીઓ આપવા માટે સમયમર્યાદા અને વર્ક એકશન પ્લાન માટેની સરકારશ્રીની સુચનાઓ બાબતે ચર્ચા કરવામાં આવશે.
વધુમાં બેઠક દરમિયાન ડી.ડી.પી અને એ.ટી.વી.ટીજોગવાઇના કામો મનરેગા કન્વર્ઝન્સથી કરવા બાબતે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત જીઓ ટેગીંગ iojan4planing portal પરની ઓનલાઇન કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. ૨૦૨૧-૨૨ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની યોજનાઓ ધારાફંડ અને એ.ટી.વી.ટીની સમીક્ષા કરવામાં આવશે. વધુમાં એમપીએલએડીએસ યોજના હેઠળ રાજયસભા સાંસદનિધિ ૧૬મી અને ૧૭મી લોકસભા સાંસદનિધિની સમીક્ષા, વિલેજ પ્રોફાઇલ ગેપ એનાલિસિસ પરથી લીધેલ કામોની સમીક્ષા અને ૨૦૨૧-૨૨ના જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા કક્ષા ગ્રાંટના કામોની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં સંબંધિતોને જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા જિલ્લા આયોજન અધિકારી તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
