Gujarat

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉમેશ શાહ અને પૂર્વ પ્રમુખ યશપાલ ઠાકોર ભાજપમાં જોડાવવાને લઈ કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ નારણરાઠવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉમેશ શાહ અને પૂર્વ પ્રમુખ યશપાલ ઠાકોર ભાજપમાં જોડાવવાને લઈ કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ નારણરાઠવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે, નારણ રાઠવાએ જણાવ્યુંકે આ નેતાઓના ભાજપમાં જવાથી કોંગ્રેસને કોઈ ફેર પાડવાનો નથી,ભાજપ મજબૂત નહિ પણ બોદી પાર્ટી છે,ભાજપના કાર્યકરો ભાજપને જીતાવવા માટે સક્ષમ નથી અને એટલે કોંગ્રેસના કદાવર નેતાઓને ભાજપમાં જોડવામાં આવે છે,એક દિવસ ભાજપમાં પણ વિખવાદ સર્જાશે,સાથે ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે ભાજપ સરકારના 27 વર્ષના શાસન દરમિયાન પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે,મોંઘવારી, બેરોજગારી,શિક્ષણ ક્ષેત્રે અનેક સમસ્યાઓ છે ત્યારે સરકાર દ્વારા વંદે ગુજરાત,100 દિવસની ઉજવણી જેવા કાર્યક્રમો તેમની નિષ્ફળતા ઉપર લીપાપોતી કરવા માટે કરવામાં આવી રહયા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1657027179569.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *